ગુજરાતની જેલમાં બંઘ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની માટે NIAએ કહી ચોંકાવનારી વાત
- પાકિસ્તાનથી ગુજરાતમાં ડ્રગ્સ સહિતના માદક દ્રવ્યોના કન્સાઇન્મેન્ટ ઘૂસાડે છે
- લોરેન્સ બિશ્નોઇની સામે NIA દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી
- લોરેન્સ બિશ્નોઇ ખતરનાક ગેંગસ્ટર છે અને તે 2015થી જેલમાં છે
ગુજરાતની જેલમાં બંઘ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની માટે NIAએ ચોંકાવનારી વાત કહી છે. જેમાં લોરેન્સ બિશ્નોઈ જેલમાં રહીને પણ ડ્રગ્સનું વૈશ્વિક નેટવર્ક ચલાવે છે તેમ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જણાવ્યું છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાનના સાગરીતો, નેટવર્કની મદદથી ડ્રગ્સ ઘુસાડે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ખનન માફિયાઓની રેતી ચોરીની નવી મોડેસ ઓપરેન્ડી
લોરેન્સ બિશ્નોઇની સામે NIA દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી
લોરેન્સ બિશ્નોઇની સામે NIA દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેમજ લોરેન્સ બિશ્નોઇ એ ખતરનાક ગેંગસ્ટર છે અને તે 2015થી જેલમાં છે. રૂ.194 કરોડના ચકચારભર્યા ડ્રગ્સ કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની સામે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યુ છે. જેમાં વોન્ટેડ તરીકે ચીફ્ ઓબાન્ના ઉર્ફે ઑફ્ અની ક્રિશ્ચિયન અને નીરજ રહેમાણી અબ્દુલ સતારને દર્શાવવામાં આવ્યા છે. આ પૂરક ચાર્જશીટમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ કલમો, ઈન્ફેર્મેશન ટેક્નોલોજી (આઈટી) એક્ટની કલમ 66સી, કાવતરું, પુરાવાનો નાશ કરવો, લૂંટ અને બનાવટની કલમો લગાવવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતનું આ સુપર મોડેલ દેશના 100 શહેરોમાં લાગુ કરવા નિર્ણય
પાકિસ્તાનથી ગુજરાતમાં ડ્રગ્સ સહિતના માદક દ્રવ્યોના કન્સાઇન્મેન્ટ ઘૂસાડે છે
એનઆઇએ દ્વારા કરેલ પૂરક ચાર્જશીટમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, લોરેન્સ બિશ્નોઇ એ ખતરનાક ગેંગસ્ટર છે અને તે 2015થી જેલમાં છે. પરંતુ તેમ છતાં જેલમાં બેઠા બેઠા તે પાકિસ્તાની અને અફ્ઘાનિસ્તાનના તેના સાથી આરોપીઓ અને નેટવર્કની મદદથી દરિયાઇ રસ્તા મારફ્તે પાકિસ્તાનથી ગુજરાતમાં ડ્રગ્સ સહિતના માદક દ્રવ્યોના કન્સાઇન્મેન્ટ ઘૂસાડવાની ગુનાહિત પ્રવૃત્તિ આચરી રહ્યો છે. સૌથી ગંભીર આશંકા એ છે કે, ડ્રગ્સ નેટવર્ક અને તેના ભંડોળની મદદથી પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને પંજાબ અને ઉત્તર ભારતની અન્ય ત્રાસવાદી ગેંગને પ્રોત્સાહન પૂરું પડાઇ રહ્યું હોવાની તેમ જ આ નાણાંકીય ભંડોળ આંતકવાદી પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાઇ રહ્યું હોવાની છે.