ટોપ ન્યૂઝનેશનલ

મુંબઈમાં દાઉદની નજીકના લોકો પર NIAની રેડ, 20થી વધુ સ્થળોએ કાર્યવાહી; સલીમ ફ્રુટની અટકાયત

Text To Speech

પાકિસ્તાનમાં છુપાઈને બેઠેલો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની નજીકની વ્યક્તિઓ અને કેટલાંક હવાલા ઓપરેટર્સ વિરૂદ્ધ  નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ કાર્યવાહી કરી છે. NIA દ્વારા મુંબઈ સ્થિત 20 સ્થળોએ રેડ પડી છે. આ કાર્યવાહી દરમિયાન NIAએ દાઉદના પન્ટર સલીમ ફ્રુટની અટકાયત કરી છે. તેની તેના ઘરમાં પાડવામાં આવેલા દરોડા દરમયિન અટકાયત કરાઈ

NIAની આ કાર્યવાહીમાં છોટા શકીલ, જાવેદ ચિકના, ટાઈગર મેમન, ઈકબાલ મિર્ચી, દાઉદની બહેન હસીના પારકર સાથે જોડાયેલા લોકો અને સંબંધીઓ સામેલ છે.

20 સ્થળોએ દરોડા
NIAએ બોરીવલી, સાંતાક્રુઝ, બાંદ્રા, નાગપાડા, ભિંડીબજાર, ગોરેગાંવ, પરેલ, મુંબ્રા અને કોલ્હાપુર સહિત 20 સ્થળોએ રેડ પાડી છે. આ દરમિયાન મુંબઈના કેટલાક ચોર, હવાલા ઓપરેટર્સ, રિયલ એસ્ટેટ વેપારીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એમાં તમામનું કનેક્શન 1993 મુંબઈ બ્લાસ્ટના આરોપી અને ભાગેડુ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમ સાથે હોવાનું કહેવાઈ રહ્યું છે.

NIAએ દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપની સામે ગેરકાયદે વસૂલાતનો કેસ કર્યો હતો
ફેબ્રુઆરીમાં ગૃહ મંત્રાલયના આદેશ પર NIAએ દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપની સામે ગેરકાયદે વસૂલાતનો કેસ કર્યો હતો. આ મામલે આ રેડ ચાલી રહી છે. આરોપ એવો છે કે આ લોકો ખંડણીના પૈસાનો દેશવિરોધી કામોમાં ઉપયોગ કરે છે. NIAએ ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ એટલે કે UAPA અંતર્ગત કેસ કર્યો છે.

નવાબ મલિક સાથે જોડાયેલો છે મામલો
ANIના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ કાર્યવાહી જેલમાં બંધ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક સાથે પણ સંબંધિત છે. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિક દાઉદની બહેન હસીના પારકર પાસેથી જમીન ખરીદવાના મામલામાં જેલમાં છે. તેમની ઈડીએ ધરપકડ કરી હતી. તપાસ એજન્સીઓ દ્વારા તેમના પર ટેરર ફંડિંગનો આરોપ પણ લગાવાયો છે. બીજેપી નેતા કિરીટ સોમૈયા મહાવિકાસ અઘાડીના ઘણા મંત્રીઓ પર ગંભીર આરોપ મૂકી ચૂક્યા છે.

Back to top button