ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પ્રયાગરાજમાં NIAના દરોડા : નકસલીઓને હથિયાર સપ્લાય કરનાર બે શખસોની ધરપકડ

Text To Speech

પ્રયાગરાજ, 11 ઓક્ટોબર : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAએ શુક્રવારે છત્તીસગઢમાં પ્રતિબંધિત CPI (માઓવાદી) સંગઠનના સભ્યોને શસ્ત્રો અને દારૂગોળો સપ્લાય કરવાના કેસમાં બે લોકોની ધરપકડ કરી છે. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ અધિકારીઓએ જણાવ્યું કે પ્રયાગરાજ નિવાસી સુધીર ત્રિપાઠી અને સૂરજ નિષાદની ધરપકડ બાદ આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની કુલ સંખ્યા વધીને છ થઈ ગઈ છે.

NIAએ એક નિવેદનમાં કહ્યું, ‘આ પહેલા જાન્યુઆરી 2023માં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે સ્થાનિક પોલીસે હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો હતો. આ કેસમાં શરૂઆતમાં આર્મ્સ એક્ટ, UAPA અને IPCની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સુધીર અને સૂરજ પર ઉત્તર પ્રદેશથી છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સીપીઆઈ (માઓવાદી)ને હથિયાર અને દારૂગોળો સપ્લાય કરવામાં સામેલ હોવાનો આરોપ છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, NIAની તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ એકબીજાના નિયમિત સંપર્કમાં હતા. રિપોર્ટ અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનને લોજિસ્ટિકલ સપોર્ટ આપવાનું કાવતરું ઘડી રહ્યા હતા. NIA આ કેસની મોટા પાયે તપાસ કરી રહી છે અને આવનારા સમયમાં વધુ ધરપકડો થઈ શકે છે.

આ પણ વાંચો :- આખરે Air India નું ફ્લાઈટનું સુરક્ષિત બેલી લેન્ડિંગ કરાયું, તમામ 141 મુસાફરોએ લીધો રાહતનો શ્વાસ

 

Back to top button