માનવ તસ્કરીના મામલામાં NIAના દેશના 10 રાજ્યોમાં દરોડા
નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ માનવ તસ્કરીના મામલામાં 10 રાજ્યોમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. NIA જે રાજ્યોમાં કેસની તપાસ કરી રહી છે તેમાં ત્રિપુરા, આસામ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, હરિયાણા, પુડુચેરી, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીર સામેલ છે. જે તે રાજ્યોના પોલીસ દળ સાથે મળીને જોડાયેલા શકમંદોના રહેણાંક મકાનો અને અન્ય ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા છે.
National Investigation Agency (NIA) is conducting raids across 10 states in connection with Human Trafficking cases.
More details awaited.
— ANI (@ANI) November 8, 2023
NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ 10 રાજ્યોમાં ચાર ડઝનથી વધુ સ્થળોની તપાસ NIA અધિકારીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય કડીઓ ધરાવતા માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ કરવા માટે કરવામાં આવી રહી છે. ગયા મહિને બેંગલુરુની NIA ટીમે શ્રીલંકાના માનવ તસ્કરીના કેસમાં તમિલનાડુમાંથી એક ફરાર આરોપીની ધરપકડ કરી હતી. ઇમરાન ખાન તરીકે ઓળખાયેલ આરોપી અન્ય સહ-આરોપીઓ સાથે શ્રીલંકાના નાગરિકોને બેંગલુરુ અને મેંગલુરુના વિવિધ સ્થળોએ તસ્કરી કરતો હતો.
Tripura, Assam, West Bengal, Karnataka, Tamil Nadu, Telangana, Haryana, Puducherry, Rajasthan and Jammu & Kashmir are among the states being searched by the NIA in the human trafficking case.
— ANI (@ANI) November 8, 2023
અધિકારીએ જણાવ્યું હતું કે, જમ્મુમાં દરોડા દરમિયાન મ્યાનમારના એક રોહિંગ્યા નાગરિકની અટકાયત કરવામાં આવી હતી. અધિકારીએ કહ્યું, ઝફર આલમને જમ્મુના ભથિંડી વિસ્તારમાં આવેલા તેના અસ્થાયી નિવાસસ્થાનેથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. આ સર્ચ પાસપોર્ટ એક્ટના ઉલ્લંઘન અને માનવ તસ્કરી સંબંધિત કેસના સંદર્ભમાં હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: PFI સામે NIAની કાર્યવાહી, ઉત્તર પ્રદેશ સહિત લગભગ એક ડઝન જગ્યાએ દરોડા