ટોપ ન્યૂઝનેશનલ

ટેરર ફંડિંગ મામલે દેશભરમાં 20 ઠેકાણાઓ પર NIAના દરોડા, જાણો શું છે મુખ્ય કારણ

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાતેહ સબંધિત અનેક સ્થળો પર NIA દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. જેમાં મંગળવારના રોજ દિલ્હી, રાજસ્થાન અને હરિયાણામાં બિશ્નોઈના નજીકના લોકોના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે.

થોડા સમય પહેલા લોરેન્સ પંજાબની જેલમાંથી પુછપરછ માટે દિલ્હી NIA હેડકવાર્ટર ખાતે લાવામાં આવ્યો હતો. ગેંગસ્ટરની પુછપરછ બાદ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરશન હાથ ધરવામાં આવ્યું હતું. હાલમાં જ NIAએ ગૃહ મંત્રાલયને પત્ર લખી 25થી પણ વધું ગેંગસ્ટરની યાદી આપી હતી. જેમાં દિલ્હી, હરિયાણા અને પંજાબના કુખ્યાત 25 ગેંગસ્ટરોના નામ હતાં. કેન્દ્રીય એજન્સીઇ ગૃહ મંત્રાલયને વિનંતી કરી હતી કે, આ તમામને ઉત્તર ભારતની જગ્યાએ દક્ષિણ ભારતની જેલમાં શિફ્ટ કરવામા આવે. NIAએ સિવાય દિલ્હી પોલીસની તપાસમાં પણ આ વાત સામે આવી છે કે ગેંગસ્ટર્સ જેલમાંથી પણ પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા છે.

આ માહિતી મળતા NIAએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લહ્યો હતો. NIAના સુત્રોના જણાવ્યા અનુસાર, આ ગેંગસ્ટરોની સાંઠગાંઠ તોડવા માટે તેમને ઉત્તર ભારતથી દુર દક્ષિણ ભારતના રાજ્યોની જેલમાં શિફ્ટ કરવામાં જરૂરી બન્યા હતાં. તાજેતરમાં નીરજ બબનિયા ગેંગના બે અગ્રણી ગેંગસ્ટરોનું ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગેંગસ્ટર ટેરર ફંડિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ કુખ્યાત ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયા અને નવીન વાલીની UAPA હેઠળ ધરપકડ કરવામમાં આવી છે. આ બન્ને તિહાડ જેલમાં બંધ હતાં. UAPA હેઠળ અત્યાર સુધીમાં જે પણ ગેંગસ્ટરોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પુછપરછના આધારે NIAએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIઅને ભારતીય ગેંગસ્ટર વાછેની સાઠગાંઠ અંગે પણ ઘણા પુરાવા એકઠા કાર્ય છે. પાકિસ્તાન આ ગેંગસ્ટરોનો ટેરર ફંડિંગ અને ભારત વિરોધી ગતિવિધિઓ માટે ઉપયોગી કરી રહ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે આજ સાંજે 5 વાગ્યેથી ચૂંટણી પ્રચાર થશે બંધ

પહેલા પંજાબના રૂપનગર જિલ્લામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના 4 સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેનો એક સાથી ભાગવામાં સફળ રહ્યો હતો.

પંજાબી સુપ્રસીદ્ધ ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું છે. તેમજ આ ગેંગસ્ટર અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપવાના કારણે પણ ચર્ચામાં રહ્યો છે. તેને પંજાબનો ખતરનાક ગેંગસ્ટર માનવામાં આવે છે. હાલમાં તે તિહાડ જેલમાં બંધ છે અને અગાઉ પણ ઘણી વખત જેલમાં જઈ ચૂક્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે લોરેન્સ બિશ્નોઈ ગેંગમાં લગભગ 700 શાર્પ શૂટર્સ છે જેઓ ભારત અને અન્ય દેશોમાં મોજુદ છે.

Back to top button