નેશનલ

NIAના દરોડામાં મોટો ખુલાસો- ISISનું નેટવર્ક સક્રિય હતું, 2025 સુધીમાં ઇસ્લામિક દેશ બનાવવાનો હતો પ્લાન

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ મધ્યપ્રદેશના જબલપુરમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના દરોડામાં મોટો ખુલાસો થયો છે. બહાર આવેલી માહિતી મુજબ જબલપુરમાં ISISનું નેટવર્ક ફેલાયેલું હતું. “ગજવા-એ-હિંદ” અભિયાન હેઠળ ISISએ જબલપુરમાં પોતાની જાળ બિછાવી હતી. જેની કમાન્ડ એડવોકેટ એ.ઉસ્માનીના પુત્ર સંભાળતા હતા. NIAએ ખુલાસો કર્યો છે કે આ લોકોની 2050 સુધીમાં ભારતને ઈસ્લામિક દેશ બનાવવાની યોજના હતી. આ અંતર્ગત શહેરમાં રહીને યુવાનોને તાલીમ આપવામાં આવી રહી હતી. યુવાનોને ત્રણ સ્તરની તાલીમ આપવાની હતી. જેમાં યુવાનોએ ઝુંબેશ ચલાવીને ગ્રુપમાં જોડાવાનું હતું. લવ જેહાદની જાળમાં ફસાવીને હિન્દુ યુવતીઓને ટાર્ગેટ બનાવવાની હોવાનું બહાર આવ્યું છે. આ માટે સારા દેખાતા યુવાનોની પસંદગી કરવામાં આવી હતી.

અફઘાનિસ્તાનમાં તાલીમ: મળતી માહિતી મુજબ આ મિશનમાં સામેલ યુવાનોને અફઘાનિસ્તાન મોકલીને ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. NIAએ પકડાયેલા આરોપી આદિલ અને અન્ય મુસ્લિમ યુવકોના મોબાઈલ જપ્ત કર્યા છે. તેમના મોબાઈલમાંથી તેમની હિન્દુ ગર્લફ્રેન્ડની તસવીરો મળી આવી છે. જેમાં મોટાભાગે જૈન અને બ્રાહ્મણ સમાજની છોકરીઓને નિશાન બનાવવામાં આવી છે.

રાઇફલ મળી: સાથે જ આદિલના કબજામાંથી પ્રતિબંધિત SLR રાઈફલ અને કારતૂસ પણ મળી આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે NIAની ટીમ લગભગ 6 આરોપીઓ સાથે ભોપાલ જવા રવાના થઈ ગઈ છે. તેમને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

જબલપુરમાં દરોડાઃ નોંધનીય છે કે NIAએ 26મી મે શુક્રવારે મોડી રાત્રે જબલપુરમાં દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીની ટીમ ટેરર ​​ફંડિંગ કેસના આરોપી અબ્દુલ રઝાકના સહયોગી મકસૂદ કબાડી અને અહદ ઉલ્લાહ અંસારીના એડવોકેટના ઘરે પહોંચી હતી. આ દરમિયાન NIAની સાથે સ્થાનિક પોલીસ પણ હાજર હતી. આ કાર્યવાહીને આતંકીઓને મળતા ટેરર ​​ફંડિંગ સાથે પણ જોડવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં ATSએ ભોપાલમાંથી 10, છિંદવાડામાંથી 1 અને હૈદરાબાદમાંથી 5 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ અલગતાવાદી નેતા યાસીન મલિકને ફાંસી આપવાની ફરી માંગ કરતું NIA

Back to top button