NIAએ PFI કેસમાં પ્રથમ ચાર્જશીટ ફાઇલ કરી, હથિયારો અને વિસ્ફોટકોની તાલીમ સહિતના આરોપો
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ રાજસ્થાનમાં હિંસક ઉગ્રવાદી ગતિવિધિઓ અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)ના એજન્ડા સંબંધિત તપાસનો મોટો ભાગ પૂર્ણ કરી લીધો છે. આ પછી NIAએ બંને આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. તેમની સામે સપ્ટેમ્બર 2022માં ગુનાહિત ષડયંત્રની તપાસ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ષડયંત્ર પીએફઆઈના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ભારતમાં કટ્ટરપંથીકરણ અને મુસ્લિમ યુવાનોને શસ્ત્ર પ્રશિક્ષણ દ્વારા વિવિધ સમુદાયો વચ્ચે તિરાડ ઊભી કરવાના ઉદ્દેશ્ય સાથે ઘડવામાં આવ્યું હતું. આરોપીઓ 2047 સુધીમાં ભારતમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાના અંતિમ ધ્યેય સાથે હથિયારો અને વિસ્ફોટકોની મદદથી આતંક અને હિંસાના કૃત્યો કરવા માટે ભંડોળ એકત્ર કરવા જેવા આરોપોનો સામનો કરે છે.
NIA files first charge sheet in PFI case, names two from Rajasthan
Read @ANI Story | https://t.co/lHU5DxDkM7#NIA #PFI #Rajasthan pic.twitter.com/OLH5NVNycl
— ANI Digital (@ani_digital) March 14, 2023
રાજસ્થાનના કોટાના મોહમ્મદ આસિફ ઉર્ફે આસિફ અને બારનના સાદિક સરાફ પર IPCની કલમ 120B, 153A અને UA(P) એક્ટ 1967ની કલમ 13, 17, 18, 18A અને 18B હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ બંને PFI ના સભ્યો છે જેઓ હિંસક ઘટનાઓને અંજામ આપવા PFI માટે પ્રભાવશાળી મુસ્લિમ યુવાનોની ભરતી અને કટ્ટરપંથી કરવામાં સામેલ હતા.
NIAએ શું કહ્યું?
એનઆઈએ પાસેથી મળેલી માહિતી અનુસાર, બંને આરોપીઓ હથિયારો અને વિસ્ફોટકો માટે પ્રશિક્ષણ શિબિરોનું આયોજન કરવા, પીએફઆઈ કેડર્સને શસ્ત્રો લેવા માટે ઉશ્કેરવામાં અને હિંસક પ્રવૃત્તિઓ કરવા માટે નાણાં એકત્ર કરવામાં પણ સામેલ હોવાનું જણાયું હતું. આરોપીઓ ભારતમાં વિવિધ ધાર્મિક જૂથો વચ્ચે સક્રિયપણે દુશ્મનાવટને પ્રોત્સાહન આપતા અને દેશમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે યુવાનોને હિંસક માધ્યમોનો આશરો લેવા માટે ઉશ્કેરતા હોવાનું જણાયું હતું.
‘ભારતમાં ઈસ્લામ ખતરામાં છે, કટ્ટરપંથી છે’
NIAએ ચાર્જશીટમાં જણાવ્યું હતું કે આરોપીઓએ મુસ્લિમ યુવાનોને ભારતમાં ઈસ્લામ ખતરામાં હોવાનું માનીને કટ્ટરપંથી બનાવ્યા હતા. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, PFI કેડર અને સમુદાય માટે ઇસ્લામના રક્ષણ માટે અને 2047 સુધીમાં ભારતમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે હથિયારોના ઉપયોગ માટે પોતાને તાલીમ આપવી જરૂરી હતી. આરોપીઓ હથિયારોની ખરીદી માટે પૈસા ભેગા કરતા હતા.