ચંદન ગુપ્તાના 28 હત્યારાઓને NIA કોર્ટે કરી આજીવન કેદની સજા
કાસગંજ, 3 જાન્યુઆરી, 2025: ઉત્તરપ્રદેશના કાસગંજમાં યુવાન ચંદન ગુપ્તાની હત્યા કરનારા 28 કટ્ટરવાદી આરોપીઓને NIA અદાલત દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવી છે. ગઈકાલે ગુરુવારે આ અદાલતે આ કેસમાં 28ને દોષિત ઠેરવ્યા હતા.
ઉત્તરપ્રદેશના કાસગંજમાં 2018ની 26 જાન્યુઆરીએ તિરંગા યાત્રા ઉપર નીકળેલા વીર યુવાન ચંદન ગુપ્તાની કટ્ટરવાદીઓએ હત્યા કરી દીધી હતી. આ કેસનો સાત વર્ષે ચુકાદો આવ્યો છે અને 28 હત્યારાઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા કરવામાં આવી છે.
26 જાન્યુઆરી, 2018ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ તથા હિન્દુ યુવા વાહિનીના વીર કાર્યકરોએ લગભગ 100 મોટરસાઈકલ ઉપર તિરંગા યાત્રા કાઢી હતી. આ તિરંગા યાત્રામાં એબીવીપીના કાર્યકર યુવાન ચંદન ગુપ્તાનો પણ સમાવેશ થતો હતો. આ તિરંગા યાત્રા કાસગંજના તમામ વિસ્તારોમાંથી પસાર થઈ હતી પરંતુ એ દરમિયાન મુસ્લિમ વિસ્તારમાં ચંદન ગુપ્તાની મોટર સાઈકલને રોકીને તેની સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો અને ત્યાં જ તેની હત્યા કરી દેવામાં આવી હતી. યુવાન ચંદનની હત્યા બાદ કાસગંજમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી અને એક અઠવાડિયા સુધી કોમી તોફાન ચાલુ રહ્યાં હતાં.
આ કેસમાં કુલ 30ને આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમાંથી ગઈકાલે 2જી જાન્યુઆરીએ 28 કટ્ટરવાદીઓને હત્યા, કોમી તોફાન અને રાષ્ટ્ર ધ્વજના અપમાન બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ‘હું પણ શીશ મહેલ બનાવી શક્યો હોત,’ દિલ્હીની રેલીમાં PM મોદીના ભ્રષ્ટાચાર પર પ્રહાર