ગુજરાતની એક વિશેષ NIA કોર્ટે નકલી ચલણ સંબંધિત ષડયંત્રના આરોપમાં બે વ્યક્તિને 10 વર્ષ અને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના પ્રવક્તાએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે કોર્ટે સંજય કુમાર મોહનભાઈ દેવલિયાને 10 વર્ષની જેલની સાથે 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. અન્ય એક વ્યક્તિ, તાહિર ઉર્ફે કાલિયાને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ સાત વર્ષની સખત કેદ અને રૂ. 10,000ના દંડની સજા ફટકારવામાં આવી છે, એમ NIA પ્રવક્તાએ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદની વિશેષ NIA કોર્ટે તે કેસમાં ચુકાદો સંભળાવ્યો છે, જે એજન્સી દ્વારા શેર કરવામાં આવેલી ચોક્કસ માહિતીના આધારે 2018 માં ગુજરાત ATS દ્વારા રજીસ્ટર કરવામાં આવી હતી. બાદમાં સમગ્ર મામલે NIAએ તપાસ સંભાળી હતી.
આ પણ વાંચો : સૌરવ ગાંગુલીને હવે ‘Y’ને બદલે ‘Z’ કેટેગરીની સુરક્ષા, જાણો કેમ બંગાળ સરકારે લીધો આ નિર્ણય
પ્રવક્તાએ જણાવ્યું હતું કે NIA દ્વારા વ્યાવસાયિક તપાસને કારણે, રેકેટનો પર્દાફાશ થયો હતો, જે હેઠળ પશ્ચિમ બંગાળમાંથી નકલી ચલણી નોટો આયાત કરવા અને તેને રાજ્યમાં ખર્ચવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. NIAએ કહ્યું હતું કે, દેવલિયાએ હવાઈ માર્ગે કોલકાતા અને પછી ટ્રેન દ્વારા ન્યૂ ફરક્કા જંક્શન સુધી મુસાફરી કરી હતી. ત્યાં, 17 ઓક્ટોબર, 2018 ના રોજ, તે તાહિરને મળ્યો અને અસલી ભારતીય ચલણની સામે 20,000 રૂપિયાની નકલી ચલણ ખરીદી હતી. બાદમાં તેની ગુજરાતમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી.