ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આતંકી-ગેંગસ્ટર કેસમાં NIAની કાર્યવાહી, પંજાબ-હરિયાણા-રાજસ્થાનમાં 30 સ્થળોએ દરોડા

Text To Speech
  • કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી: NIA

નવી દિલ્હી, 12 માર્ચ: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ મંગળવારે આતંકવાદી અને ગેંગસ્ટરની સાંઠગાંઠ કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીનું કહેવું છે કે, આ કેસમાં કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેની પૂછપરછ કરતાં ઘણી મહત્વની માહિતી મળી હતી, જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. NIAની ટીમ પંજાબના ફરીદકોટના કોટકપુરામાં એક બિઝનેસમેનના ઘરે સર્ચ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઘટનાસ્થળે ભારે સુરક્ષા દળ પણ તૈનાત છે.

 

લોરેન્સ બિશ્નોઈના સભ્યોની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.

NIAએ કહ્યું કે, એજન્સીએ દેશમાં આતંકવાદી-ગેંગસ્ટરના જોડાણને તોડી પાડવા માટે 6 જાન્યુઆરીએ મોટી કાર્યવાહી કરી હતી. આ સમયગાળા દરમિયાન, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સભ્યોની ચાર મિલકતો એટેચ કરવામાં આવી હતી અને NIAને જાણવા મળ્યું હતું કે, આ બધી મિલકતો ગેરકાયદેસર રીતે હસ્તગત કરવામાં આવી હતી. તેનો ઉપયોગ આતંકવાદી ષડયંત્ર રચવા અને ગંભીર ગુના કરવા માટે થાય છે.

 

27મી ફેબ્રુઆરીએ પણ દરોડો પાડવામાં આવ્યો હતો

મહત્ત્વનું છે કે, NIAએ 27 ફેબ્રુઆરીએ પણ આતંકવાદીઓ અને ગેંગસ્ટરોની સાંઠગાંઠ સાથે જોડાયેલા કેસમાં દરોડા પાડ્યા હતા. NIAએ 16 સ્થળો પર કાર્યવાહી કરી હતી, જેમાં પંજાબમાં 14 સ્થળો અને રાજસ્થાનના બે સ્થળોનો સમાવેશ થાય છે. આ સિવાય NIAએ પૂછપરછ માટે છ લોકોની અટકાયત કરી હતી.

આ પણ જુઓ: આસામમાં આજે 30 સંગઠનો CAAના વિરુદ્ધમાં પ્રદર્શન કરશે, કેટલાક જિલ્લામાં કલમ 144 લાગુ

Back to top button