ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NHAIની નવી સિસ્ટમ! રસ્તાઓ પરના ખાડાઓ આપોઆપ ભરાઈ જશે, જાણો શું છે સેલ્ફ-હીલિંગ ટેકનિક

Text To Speech

નવી દિલ્હી, 29 એપ્રિલ: રસ્તાઓ પરના ખાડા દર વર્ષે હજારો મૃત્યુ માટે જવાબદાર છે. સમસ્યા એ છે કે રોડ પર ખાડા પડી ગયા બાદ તેને પૂરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને પછી રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ કરવામાં ઘણા મહિનાઓ લાગે છે. પરંતુ, નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) એ હવે એવી પદ્ધતિ શોધી કાઢી છે જેના દ્વારા રસ્તાઓ જાતે જ રિપેર થશે. તે થોડું વિચિત્ર લાગશે, પરંતુ ટૂંક સમયમાં તમને આ ટેક્નોલોજી ભારતીય રસ્તાઓ પર જોવા મળશે.

NHAIનું કહેવું છે કે, રસ્તાઓમાં સ્વ-હીલિંગ ટેક્નોલોજી વિકસાવવા માટે નવા પ્રકારના ડામરનો ઉપયોગ કરવામાં આવશે. આ મામલાને લગતા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ ટેક્નોલોજીનો ઉપયોગ રોડ બનાવતી વખતે જ કરવામાં આવશે, જેનાથી રસ્તાઓમાં ખાડા પડવાથી બચી શકાશે. સૌ પ્રથમ આ ટેક્નોલોજીના ઉપયોગથી રસ્તાઓ ઝડપથી બગડશે નહીં. જો નાની તિરાડો દેખાય તો પણ તે જાતે જ રિપેર થઈ જશે અને મોટા ખાડા પણ પડશે નહીં.

પૈસા અને સમય બંનેની બચત

અધિકારીનું કહેવું છે કે આ ટેક્નોલોજીના ઉપયોગથી રસ્તાઓ ઝડપથી બગડશે નહીં, જેના કારણે તેને વારંવાર રિપેર કરવાનો ખર્ચ પણ બચશે. આ સિવાય જો રિપેરિંગના કામ દરમિયાન વારંવાર ટ્રાફિકને રોકવો પડે અથવા ડાયવર્ટ કરવો પડે તો આ ટેક્નોલોજીથી આ સમસ્યામાંથી પણ છુટકારો મળી જશે. આનો અર્થ એ થયો કે ભવિષ્યમાં ટ્રાફિકને રોકવા કે ડાયવર્ટ કરવાની જરૂર રહેશે નહીં. અધિકારીના જણાવ્યા અનુસાર, રોડ બનાવતી વખતે સ્ટીલના પાતળા રેસા નાખવામાં આવશે જેમાં બિટ્યુમેન કે જે ડામરનો એક પ્રકાર છે તેનો ઉપયોગ કરાશે. રસ્તામાં જો ખામી સર્જાશે તો તરત જ આ બિટ્યુમેન ગરમ થઈને વિસ્તરણ કરવાનું શરૂ કરશે અને તે કોંક્રિટ સાથે ભળીને સ્ટીલના થ્રેડો સાથે જોડાશે. આ પ્રોસેસથી કોઈ રસ્તામાં ખાડા પડશે નહીં.

રોડ અકસ્માતનું મુખ્ય કારણ ખાડા

હાઈવે મિનિસ્ટ્રીના ડેટા પર નજર કરીએ તો જાણવા મળે છે કે વર્ષ 2022માં ખાડાઓને કારણે થતા માર્ગ અકસ્માતોમાં 22.6%નો વધારો થયો છે. જ્યારે 2021માં 3,625 અકસ્માતો થયા હતા, તે 2022માં વધીને 4,446 થયા હતા. આ અકસ્માતોમાં 1,800થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જે અગાઉના વર્ષ કરતાં 2% વધુ હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં માર્ગ અકસ્માતના બનાવનો આંકડો જાણી રહેશો દંગ

Back to top button