FASTag KYC માટે આજે છેલ્લો દિવસ, જાણો એક ફેબ્રુઆરીથી શું મુશ્કેલી પડી શકે?
નવી દિલ્હી, 31 જાન્યુઆરી: નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા (NHAI) એ તમામ યુઝર્સને તેમના FASTagનું KYC 31 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવા જણાવ્યું છે. જો, યુઝર્સ આ તારીખ સુધી તેમનું KYCનું કામ પૂર્ણ નહીં કરે તો તેમના FASTagને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને બાકી રકમ પણ અટકી શકે છે. જો કોઈપણ ગ્રાહક 1 ફેબ્રુઆરીથી ફાસ્ટેગ માટે KYC કરાવ્યા વિના ટોલ પર જશે તો તેમના ફાસ્ટેગમાંથી ટોલ કપાશે નહીં, પરિણામે વાહન આગળ લઈ જવામાં મુશ્કેલી પડી શકે.
FASTag શું છે?
FASTag એક ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે જેમાં વાહનની આગળની વિન્ડશિલ્ડ પર સ્લિપ મૂકવામાં આવે છે. સ્લિપમાં એક કોડ આપવામાં આવ્યો છે જે બેન્ક ખાતા સાથે જોડાયેલું હોય છે. ટોલ બૂથ પર વાહન પહોંચતાં જ બેન્ક ખાતામાંથી ટોલ મની કપાઈ જાય છે. આ સિસ્ટમમાં RFID ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
FASTag KYC કેવી રીતે અપડેટ કરવું?
- સૌથી પહેલા FASTagની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
- હવે તમારો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે અને OTP દ્વારા લોગ ઇન કરવું પડશે.
- આ પછી ‘માય પ્રોફાઇલ’ વિભાગમાં જાઓ.
- હવે તમારે KYC ટેબ પર ક્લિક કરવાનું રહેશે. અહીં વિનંતી કરેલી બધી માહિતી દાખલ કરો.
- હવે તમારું KYC પૂર્ણ થઈ ગયું છે.
FASTag KYC માટે જરૂરી દસ્તાવેજો
FASTag માટે વાહનનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, આધારકાર્ડ, મતદાર કાર્ડ, એડ્રેસ પ્રુફ અને પાસપોર્ટ સાઈઝ ફોટો જરૂરી છે.
FASTag KYC સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
- આ માટે તમારે ફાસ્ટેગની વેબસાઈટ પર જવું પડશે.
- હવે રજીસ્ટ્રેશન કરાયેલા મોબાઇલ નંબર દાખલ કરો અને OTP દ્વારા લોગ ઇન કરો.
- આ પછી માય પ્રોફાઇલ સેક્શનમાં જાઓ. અહીં તમે તમારા ફાસ્ટેગનું KYC સ્ટેટસ જોશો.
આ પણ વાંચો: ટોલ ટેક્સ ચૂકવવો બનશે સરળ, FASTagને બદલે જલ્દી આવશે અત્યાધુનિક સિસ્ટમ