ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

NHAI CGM દિગ્વિજય મિશ્રા 10 લાખની લાંચ લેતા ઝડપાયા

Text To Speech
ગુજરાતમાં CBIએ મોટી કાર્યવાહી કરી છે. NHAIના ચીફ જનરલ મેનેજરને 10 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે.ચીફ જનરલ મેનેજર દિગ્વિજય મિશ્રા સામે જાગૃત નાગરિકે લાંચ લેતા હોવાની અરજ કરી હતી. જે બાદ તેઓ ઘણા દિવસથી CBIની રડારમાં હતા. આજે ટી.પી.સિંહ પાસેથી 10 લાખ રોકડા લેતા સીબીઆઈએ પકડી લીધા છે. લાંચ કેસમાં ધરપકડ બાદ CBIએ તાત્કાલિક NHAIના ચીફ જનરલ મેનેજર દિગ્વિજય મિશ્રાના ઘરે દરોડા પઆદ્યા હતા. ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનેથી 20 લાખ રોકડા મળી આવ્યા હતા. મહત્વનું છે કે GHV ઈન્ડિયાના કામ માટે દિગ્વિજય મિશ્રા લાંચની માગણી કરી હતી. આથી GHV અધિકારી ટી.પી.સિંહ પણ લાંચની રકમ ચૂકવવા આવતાં ઝડપાઇ ગયા છે. બંનેને જાપ્તામાં લઈ લાંચની કલમો લગાવી CBIએ ગહન પૂછપરછ હાથ ધરી છે. મહત્વનું છે કે, ગુજરાતમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે. પણ ખિસ્સા ગરમ કરતા બાબુઓ કોઈ એજન્સીથી ડરે તેમ નથી ભ્રષ્ટ અધિકારીઓને મલાઈ સેરવવાની ટેવ પડી ગઈ છે પણ હવે લાંચિયા બાબુઓના દિવસો ભરાઈ ગયા છે.
સીબીઆઈની ત્રણ દિવસમાં ગુજરાતમાં બીજી મોટી કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે સીબીઆઈ દ્વારા ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં આ બીજી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સીબીઆઈએ ગત ગુરૂવારે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે.રાજેશને ભ્રષ્ટાચાર આચારવાના ગુનામાં ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.
Back to top button