ગુજરાતટોપ ન્યૂઝ

NH-48 નવસારી પાસેથી બંધ, એસટીએ પણ 30 રૂટ બંધ કર્યા, દ.ગુજરાતમાં લોકોની મુશ્કેલી વધી

Text To Speech

દક્ષિણ ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે. 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વોલમાર્ક લો પ્રેશર હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. જેની સ્થિતિમાં દેશનો સૌથી વ્યસ્ત ગણાતો હાઈવે NH-48 નવસારી પાસેથી બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે વાહન વ્યવહાર પર તેની અસર મોટી થશે.

Highway 48 closed Navsari

હાલમાં દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાવાને કારણે નવસારી જિલ્લા કલેકટરે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈ વે અવરજવર માટે બંધ કર્યો છે. નવસારીમાં 12,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કલેક્ટરે સૌ નાગરિકોને પોતાની સલામતી માટે આ હાઈવે પરનો પ્રવાસ ટાળવાનો અનુરાધ કર્યો છે.

આ પણ વાંચો : અમદાવાદઃ સવારે અનરાધાર 1 ઈંચ જેટલો વરસાદ, શહેર ફરી પાણી પાણી થયું; રાજ્યમાં શુક્રવાર સુધી અતિભારે વરસાદની વકી

નવસારીમાં સ્થિતિ બેહાલ

નવસારી પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. કાવેરી અને અંબિકાની પણ એવી જ સ્થિતિ છે, બંનેની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીકાંઠાના વિસ્તારોમાંથી લોકોને ખસી જવા અને લોકોને આશ્રય સ્થાનોએ જવા કલેક્ટરે અપીલ કરી છે. પૂરને પગલે હજારો લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધી 14 હજાર લોકોનું સ્થળાંતર કરાયુ છે. નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિને પગલે તંત્ર અલર્ટ મોડમાં આવી ગયુ છે. વાંસદા 24 કલાકમાં 394 મિમી વરસાદ એટલે 15.76 ઇંચ વરસાદ નોંધાયો છે. ખેરગામ તાલુકામાં પણ 229 મિમી એટલે 9.16 ઇંચ વરસાદ પડ્યો હતો. નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. નદી કિનારાના ગામડાઓ અને નવસારી તથા બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઇ ગયા છે.

વલસાડમાં મુશ્કેલી વધી

વલસાડમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદનાં પગલે ઔરંગા નદીમાં પુર આવ્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે આવવાનાં કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા જવા પામ્યા છે. રસ્તાઓ પર જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ઘરોમાં પાણી ભરાઈ જતા NDRFની ટીમ સહિત જિલ્લા વહીવટી તંત્રએ લોકોને ઘરોમાંથી સુરક્ષિત બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા. જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ખેરગામ તાલુકાના પાણીખડક ગામની સસ્તા અનાજની દુકાનમાં વરસાદનું પાણી ઘુસી ગયું હતું. જેના કારણે અનાજના 30 જેટલા કટ્ટા પાણીમાં પલળી ગયા હતા. જેને સુકા સ્થાન પર હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

navsari-highway closed 01

વલસાડ જિલ્લાના સૌથી વધુ 30 રૂટને રદ કરવામાં આવ્યા

આ તરફ એસટી નિગમે વલસાડ જિલ્લાના સૌથી વધુ 30 રૂટને ભારે વરસાદની અસર હેઠળ બંધ કાર્ય છે જયારે ડાંગના 23 રૂટ અને નવસારીના 16 રૂટ, સુરતના 19 રૂટ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે સૌરાષ્ટ્ર પંથકના રાજકોટ જિલ્લાના 18 રૂટ અને કચ્છના 13 રૂટ હાલ રદ કરવામાં આવ્યા છે. એસટી નિગમે ૧૩૮ જેટલા રૂટ પરની બસ સેવા બંધ કરતા મુસાફરોને હાલાકી પડી રહી છે.

Back to top button