ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

આવતા વર્ષે ગુજરાતભરમાં ‘સંવિધાનનો અમૃત મહોત્સવ’ અંતર્ગત વિવિધ ઉજવણી કરાશે

Text To Speech

ગાંધીનગર, 18 ડિસેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી વર્ષ ૨૦૨૫માં ભારતના બંધારણને ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ નિમિત્તે ગુજરાતભરમાં “સંવિધાનનો અમૃત મહોત્સવ”ની ઉજવણી કરાશે. સાથે જ, કટોકટીના ૫૦ વર્ષ પૂર્ણ થવા સંદર્ભે પણ ઉજવણી કરવામાં આવશે.

આ ઉપરાંત આવતા વર્ષે “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના વિઝન સાથે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતીની તેમજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.અટલ બિહારી વાજપેયીના ૧૦૦માં જયંતી વર્ષની પણ ભવ્ય ઉજવણી કરાશે. સાથે જ, ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જયંતી નિમિત્તે ગુજરાતમાં આગામી વર્ષ ૨૦૨૫ને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઉજવવાનો નિર્ણય કરાયો હોવાનું પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આગામી વર્ષે સંવિધાનના અમૃત મહોત્સવ, સરદાર વલ્લભ પટેલની ૧૫૦મી જન્મ જયંતી, અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મ જયંતી તેમજ જનજાતિય ગૌરવ વર્ષની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળની સંચાલન સમિતિ તેમજ મુખ્ય સચિવની અધ્યક્ષતા હેઠળ કારોબારી સમિતિની રચના કરાઇ છે.

આ પણ વાંચો :- મેટ્રોના મુસાફરો માટે મોટા સમાચાર, Ahmedabad Metro (Official) એપ લોન્ચ કરાઈ

Back to top button