અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગયુટિલીટીવાયબ્રન્ટ ગુજરાત સમિટ

હવે આગામી બે વર્ષમાં હવામાં ઉડતી કાર જોવા મળશે, મોડેલ જોવુ હોય તો અહીં ક્લીક કરો

Text To Speech

ગાંધીનગર, 11 જાન્યુઆરી 2024, ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા વડાપ્રધાન મોદીએ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું હતું. ટ્રેડ શોમાં દેશ વિદેશની અનેક કંપનીઓના સ્ટોલ મુકવામાં આવ્યાં છે. વિદેશની કંપનીઓએ પણ ટ્રેડ શોમાં અવનવી પ્રોડક્ટ અને પ્રોજેક્ટો રજૂ કર્યાં છે. ત્યારે આગામી સમયમાં હવામાં ઉડતી કાર જોવા મળે તો નવાઈ નહીં. જાપાનમાં હાલમાં હવામાં ઉડતી કાર બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેનું મોડેલ ટ્રેડ શોમાં મુકવામાં આવ્યું છે. આગામી બે વર્ષમાં જાપાન હવામાં ઉડતી કાર લોન્ચ કરી શકે છે. આ કારનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આગામી ભવિષ્યમાં ભારતમાં શરૂ થઈ શકે છે.

ઉડતી કારનું મોડેલ જાપાનની સુઝુકી કંપની દ્વારા તૈયાર કરાયુ
ગાંધીનગરના ટ્રેડ શોમાં મુકવામાં આવેલું ઉડતી કારનું મોડેલ જાપાનની સુઝુકી કંપની દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે 100 કિમીની ઝડપે હવામાં ઊડી શકશે, પાયલટ સહિત 3 લોકો મુસાફરી કરી શકશે. આ કાર બનાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે પરંતુ તે અંગેનું એક મોડેલ તૈયાર કરીને ટ્રેડ શોમાં મૂકવામાં આવ્યું છે. ટ્રેડ શોમાં ઇમોબિલિટીના પેવેલિયનમાં ઉડતી કારનું મોડેલ આકર્ષણનું કેન્દ્ર છે.

શું છે આ ઉડતી કારની વિશેષતા
ટ્રેડશોમાંથી મળેલી જાણકારી પ્રમાણે સ્કાય ડ્રાઈવ કરતી કાર ઇલેક્ટ્રિક કાર છે. આ એક પ્રકારનું એરક્રાફ્ટ હશે, જે રોટર્સનો ઉપયોગ કરીને ટેક ઓફ અને લેન્ડ કરવાની ક્ષમતા ધરાવે છે. આ એરક્રાફ્ટમાં 3 લોકો બેસી શકે તેવી ક્ષમતા છે. જેમાં એક પાયલટ અને બે મુસાફરો છે. એલ્યુમિનિયમ એલોયમાંથી બનાવવામાં આવેલું આ એક ખૂબ જ હળવા વજનનું એરક્રાફ્ટ હશે. જે 100 કિમીની ઝડપે ઉડી શકશે અને 15 કિમી સુધીની મુસાફરી કરી શકશે. આ કાર એક પ્રકારે એક ટેક્સીનું કામ કરશે.આ કારની કિંમત પણ મિલિયન ડોલરમાં રાખવામાં આવશે.આગામી 2 વર્ષમાં સુઝુકી કંપની દ્વારા આ કાર જાપાનમાં લોન્ચ કરવામાં આવશે. જાપાન બાદ ભારતમાં પણ આ કારનો પ્લાન્ટ શરૂ કરવાની વિચારણા છે.

આ પણ વાંચોઃ દેશની પહેલી મેક ઇન ઇન્ડીયા ચીપનું ગુજરાતમાં ઉત્પાદન થશે: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

Back to top button