ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ વિસ્તારોમાં થશે જળબંબાકાર

Text To Speech
  • સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરતમાં વરસાદ રહેશે
  • અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી
  • આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી છે. જેમાં વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની આગાહી કરવામાં આવી છે. તેમાં પંચમહાલ, દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે છોટાઉદેપુર, બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી છે. આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે.

સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી

સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહીથી લોકોમાં હાલાકીનો ભય સતાવી રહ્યો છે. તથા સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢમાં વરસાદની આગાહી સાથે અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. તથા  અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં વરસાદની આગાહીથી લોકોને પાણી ભરાવાથી મુશ્કેલી થઇ શકે છે.

સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરતમાં વરસાદ રહેશે

સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરતમાં વરસાદ રહેશે. તેમજ તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં વરસાદની આગાહી છે. નાવ કાસ્ટ જાહેર કરીને વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઠંડરસ્ટોમ એક્ટિવિટી સાથે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે.

Back to top button