ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિરોધ પક્ષોની આગામી બેઠક 17 જુલાઈએ બેંગલુરુમાં યોજાશે: કોંગ્રેસ

Text To Speech

કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે જણાવ્યું છે કે વિપક્ષી પાર્ટીઓની આગામી બેઠક કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં યોજાશે.

તેમણે જણાવ્યું છે કે આ બે દિવસીય બેઠક 17 અને 18 જુલાઈએ યોજાશે. આ પહેલા 23 જૂને પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક યોજાઈ હતી. જેમાં દેશના 15 મોટા વિરોધ પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો.

કોંગ્રેસના નેતા વેણુગોપાલે ટ્વિટર પર માહિતી આપી છે કે, “અમે આગામી બેઠક 17 અને 18 જુલાઈ 2023ના રોજ બેંગલુરુમાં આયોજિત કરીશું.”

તેમણે ટ્વિટર પર લખ્યું, “અમે ફાસીવાદી અને લોકશાહી વિરોધી શક્તિઓને હરાવવા અને દેશને આગળ લઈ જવા માટે એક નક્કર વિઝન આપવાના અમારા સંકલ્પમાં મક્કમ છીએ.”

વિરોધ પક્ષોની બેઠક પહેલા 14 જુલાઈએ મળવાની હતી પરંતુ બાદમાં તારીખ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

છેલ્લી બેઠકમાં ભાગ લેનાર તમામ વિરોધ પક્ષોના નેતાઓ તારીખમાં ફેરફાર અંગે સંકેતો આપી રહ્યા હતા.

Back to top button