ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ITનું બીજા દિવસે સર્ચ ઓપરેશન, જાણો કોના પર છે તવાઇ

ગુજરાતમાં ITનું બીજા દિવસે સર્ચ ઓપરેશન શરૂ છે. જેમાં પાંચ બેંક લૉકર સીલ, દસ્તાવેજો જપ્ત, મોટાપાયે કરચોરી પકડવાની શક્યતા છે. તેમજ ઈસ્કોન નજીક હરગોવિંદ બેચરદાસ પેઢીની ઓફિસ સહિતની પ્રિમાઈસિસમાં સર્ચ કરવામાં આવ્યું છે. તેમજ કચ્છમાં 3 કુલ 15 જેટલી પ્રિમાઈસીસ પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચો: PSIની ભરતી પ્રક્રિયા પર રોક, જાણો શું છે સમગ્ર મામલો

હરગોવિંદ બેચરદાસ પેઢીના માલિક અનિલ પટેલ

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા હક (Haq) સ્ટીલ જર્મન TMX લિ.ની અમદાવાદમાં 12 પ્રિમાઈસીસ અને સામખિયાળી, અને કચ્છમાં 3 કુલ 15 જેટલી પ્રિમાઈસીસ પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં પાંચ બેંક લોકર સીલ કરવામાં આવ્યા છે. હરગોવિંદ બેચરદાસ પેઢી ઈસ્કોન ચાર રસ્તા પાસે પેવિલોનમાં આવેલ ઓફિસ સહિત અમદાવાદમાં 12 સ્થળે આવકવેરાની સર્ચ હાથ ધરવામાં આવી રહી છે. હરગોવિંદ બેચરદાસ પેઢીના માલિક અનિલ પટેલ હોવાનું જાણવા મળે છે.

ઈન્કમટેક્સ વિભાગના 100થી વધુ અધિકારીઓની 20 જેટલી ટીમ કાર્યરત

આ કંપની દ્વારા ઈન્ગોટ્સમાંથી TMT સળિયા સહિતની સ્ટીલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન, વેચાણ કરવામાં આવે છે. હાલ આવકવેરા વિભાગની દરોડાની કાર્યવાહી ચાલી રહી હોવાને પગલે બિનહિસાબી વ્યવહારો, રોકડ, ડોક્યુમેન્ટ, વગેરે સંબંધિત કોઈ માહિતી કે જાણકારી મળી શકી નથી. પરંતુ I.T.વિભાગના આ દરોડામાં મોટાપાયે કરચોરી પકડવાની શક્યતા હોવાનું માનવામાં આવે છે. ઈન્કમટેક્સ વિભાગના 100થી વધુ અધિકારીઓની 20 જેટલી ટીમ હક સ્ટીલ જર્મન TMX લિ.ની અમદાવાદમાં પાલડી વિસ્તારમાં આવેલી કોર્પોરેટ ઓફિસ અને કચ્છમાં સામખિયાળી-મોરબી હાઈવે પર કાર્યરત હક સ્ટીલ એન્ડ મેટાલિક લિમિટેડ કંપનીમાં મંગળવારે વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કંપની પર દરોડાની કાર્યવાહીમાં અમદાવાદ અને રાજકોટના I.T.અધિકારીઓ પણ જોડાયા હતા.

આ પણ વાંચો: હવે ગુજરાતમાં MBBSનું ભણતર ગુજરાતીમાં ભણાવાશે, જાણો શું કરી સરકારે જાહેરાત

સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું

રાજ્યમાં સ્ટીલ એકમના પ્લાન્ટ અને કંપનીઓને સંલગ્ન સ્થળો પર આયકર વિભાગની તપાસ દરમિયાન કચ્છમાં સામખિયાળી મોરબી હાઇવે પર આવેલી હક સ્ટીલ એન્ડ મેટાલિંક લિમિટેડ કંપનીમાં સવારે છ કલાકના અરસામાં આયકર વિભાગની અમદાવાદ અને ગાંધીધામના અધિકારી-કર્મચારીઓની ટીમ પોલીસ સાથે પહોંચી ગઈ હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

Back to top button