ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત માટે આગામી 24 કલાક ભારે! બિપોરજોય ચક્રવાત રૌદ્ર સ્વરૂપ તરફ

Text To Speech

અરબી સમુદ્રમાં સક્રિય બનેલ ચક્રવાત બિપોરજોય હવે પૂરઝડપે આગળ વધી રહ્યું છે. ગુજરાતના માથે આ વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે.અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયહવે ધીમે ધીમે નજીક આવી રહ્યું છે. વાવાઝોડાનો માર્ગ વારંવાર બદલાઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આ ચક્રવાત 24 કલાકમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવી શક્યતા વ્યકત કરવામા આવી છે.

બિપરજોય ચક્રવાતને લઈનેIMDએ આપી ચેતવણી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે જણાવ્યું હતું કે ‘અત્યંત ગંભીર’ ચક્રવાતી તોફાન બિપરજોય આગામી 24 કલાકમાં વધુ તીવ્ર થવાની ધારણા છે. આ ચક્રવાતી તોફાન ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. આઇએમડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચક્રવાત બિપરજોય આગામી 24 કલાક દરમિયાન વધુ તીવ્ર બને અને ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે.”

BIPERJOY - Humdekhengenews

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો એલર્ટ કરાયા

ચક્રવાત બિપોરજોયના ખતરાને લઈ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમામ બંદરો પર ભયસૂચક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્ર કિનારે વલસાડના તિથલ બીચ પર ઊંચા મોજા જોવા મળ્યા છે. સાવચેતીના ભાગરૂપે તિથલ બીચને 14 જૂન સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ માછીમારોને દરિયામાં ન જવા માટે સુચના આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે અરબી સમુદ્રમાં સક્રિય બનેલ ચક્રવાત બિપોરજોયને કારણે ગુજરાતના દ્વારકા, વેરાવળ, અમરેલીના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 12મી જૂને કચ્છ-ભુજના કુરન ગામ ખાતેથી શાળા પ્રવેશોત્સવના 20માં તબક્કાનો કરાવશે રાજ્યવ્યાપી શુભારંભ

Back to top button