ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

ચીની ભંડોળના આરોપ બાદ ન્યૂઝક્લિક પર હવે CBIની નજર

  • ન્યૂઝક્લિકના ફાઉન્ડરના ઓફિસ અને ઘર પર CBIએ તપાસ હાથ ધરી
  • 3 ઑક્ટોબરે ન્યૂઝક્લિકના સ્થાપક અને HRની ધરપકડ કરાઈ હતી
  • અગાઉ, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે FIR નોંધી હતી

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ બુધવારે ન્યૂઝક્લિક વિરુદ્ધ ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટના ઉલ્લંઘન બદલ ગુનો નોંધ્યો છે. દિલ્હીમાં બે સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે. ન્યૂઝક્લિકના ફાઉન્ડર પ્રબીર પુરકાયસ્થની ઓફિસ અને નિવાસસ્થાન પર તપાસ હાથ ધરાઈ છે. દિલ્હીની અદાલતે પ્રબીર પુરકાયસ્થ અને ન્યૂઝક્લિકના HR ચીફ અમિત ચક્રવર્તીને 10 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના એક દિવસ પછી CBIએ તપાસ હાથ ધરી છે. ન્યૂઝ પોર્ટલને ચીન દ્વારા ભંડોળ પૂરો પાડવાના આરોપ પર બંનેની ધરપકડ કરી હતી.

2019માં લોકસભા ચૂંટણીમાં અશાંતિ ફેલાવવાનો પણ આરોપ

3 ઓક્ટોબરના રોજ પુરકાયસ્થ અને ચક્રવર્તીની ધરપકડ કરાઈ હતી. FIR મુજબ, દેશની સાર્વભૌમ્ત્વને ખલેલ પહોંચાડવા અને અરજાકતા ફેલાવવા માટે ચીન તરફથી મોટી રકમનું ભંડોળ મેળવવામાં આવ્યું છે. એવો પણ આરોપ લાગ્યો છે કે, પુરકાયસ્થે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રક્રિયાને તોડફોડ કરવા માટે પીપલ્સ એલાયન્સ ફૉર ડેમોક્રેસી એન્ડ સેક્યુલરિઝમ (PADS) નામના જૂથ સાથે કાવતરું ઘડ્યું હતું.

પોલીસના કહ્યા પ્રમાણે, 3 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં 88 અને અન્ય રાજ્યોમાં સાત સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કાર્યવાહી કરતાં ન્યૂઝક્લિકની ઓફિસો અને પત્રકારોના રહેઠાણમાંથી 300 જેટલા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ જપ્ત કરાયા હતા.દરોડા બાદ દિલ્હી અને દિલ્હી NCRમાંથી સ્પેશિયલ સેલ દ્વારા નવ મહિલા પત્રકારો સહિત 46 લોકોની પૂછપરછ કરાઈ હતી. જ્યારે ન્યૂઝક્લિકે ચીની ફંડના આરોપોને નકારી કાઢ્યા હતા.

ન્યૂઝક્લિકે ચીની ફંડના તમામ આરોપો પાયાવિહોણા ગણાવ્યાં

ન્યૂઝક્લિકે એક નિવેદન બહાર પાડ્યું અને કહ્યું કે પોર્ટલ સામે શરૂ કરાયેલી કાર્યવાહી ભારતમાં પ્રેસની સ્વતંત્રતા છીનવાનો પ્રયાસ છે. ન્યૂઝક્લિકને કોઈ પણ રીતે ચાઈનીઝ સંગઠન દ્વારા ભંડોળ પ્રાપ્ત થયું નથી. ન્યૂઝક્લિક ક્યારે પણ હિંસા, અલગતાવાદ અને ગેરકાયેદર કૃત્યને પ્રોત્સાહન આપતું નથી.

આ પણ વાંચો: રૂ.975 કરોડની છેતરપિંડી કેસમાં મંધાના ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ FIR નોંધતી CBI

Back to top button