ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ન્યૂઝક્લિકના સ્થાપક, HR વડાને કોર્ટે એક મહિનાની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા

  • પ્રબીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીને દિલ્હીની કોર્ટ તરફથી લાગ્યો ઝટકો
  • કોર્ટ દ્વારા બંનેને તા. 1 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી મોકવામાં આવ્યા

દિલ્હી : ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થને દિલ્હીની કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. દિલ્હીની કોર્ટે ગુરુવારે ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થ અને માનવ સંસાધન(HR) વડા અમિત ચક્રવર્તીને 1 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ વિભાગે પ્રબીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તી વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ(UAPA) હેઠળ ગુનો નોંધ્યો હતો અને 3 ઓક્ટોબરે તેમની ધરપકડ કરી હતી.

 

સ્પેશિયલ જજ હરદીપ કૌરે બંને આરોપીઓને 25 ઓક્ટોબરે દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવેલી કસ્ટડીની પૂછપરછની મુદત પૂરી થતાં કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને જેલમાં મોકલી દીધા છે.

ચીન દ્વારા ફન્ડિંગ મળતું હોવાનો ન્યૂઝ પોર્ટલ પર ગંભીર આરોપ

 ન્યૂઝ પોર્ટલ પર આરોપ લગાવવામાં આવ્યા છે કે, “ન્યૂઝ પોર્ટલને ચીનનો પ્રચાર ફેલાવવા માટે પૈસા મળી રહ્યા હતા. આ પહેલા 25 ઓક્ટોબરે દિલ્હી પોલીસે પૂછપરછ માટે કોર્ટ પાસે બંનેના રિમાન્ડની માંગણી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી. કસ્ટડી પૂરી થયા બાદ પ્રબીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સ્પેશિયલ જજ હરદીપ કૌરે બંને આરોપીઓને જેલમાં મોકલી દીધા છે. અગાઉ પ્રબીર પુરકાયસ્થે દિલ્હીની કોર્ટમાં અરજી કરી હતી કે દિલ્હી પોલીસે જપ્ત કરેલા ઈલેક્ટ્રોનિક ઉપકરણો તેને પરત કરવામાં આવે. તેના પર કોર્ટે દિલ્હી પોલીસને 10 દિવસમાં જવાબ આપવા માટે કહ્યું છે. દિલ્હી પોલીસે લેપટોપ, મોબાઈલ અને કેટલાક અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે. થોડા દિવસો પહેલા, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ વિભાગે ન્યૂઝક્લિકના સ્થાપક અને અન્ય પત્રકારોના પરિસરમાં દરોડા પાડ્યા હતા તેમજ HR વડા અમિત ચક્રવર્તી દ્વારા કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી.

શું છે સમગ્ર કેસ?

FIR મુજબ, “ભારતના સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડવા” અને દેશ સામે અસંતોષ ફેલાવવા માટે ચીન તરફથી ન્યૂઝ પોર્ટલને મોટી રકમનું ભંડોળ મળ્યું હતું. સ્થાપક પુરકાયસ્થે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રક્રિયાને તોડફોડ કરવા માટે એક જૂથ – પીપલ્સ એલાયન્સ ફોર ડેમોક્રેસી એન્ડ સેક્યુલરિઝમ (PADS) સાથે કાવતરું ઘડ્યું હતું. પોલીસે પણ જણાવ્યું હતું કે, “એફઆઈઆરમાં નામ આપવામાં આવેલા અને ડેટાના વિશ્લેષણમાં સામે આવેલા શકમંદો પર 3 ઓક્ટોબરે દિલ્હીમાં 88 અને અન્ય રાજ્યોમાં સાત સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.”

આ પણ જુઓ :દિલ્હી હાઈકોર્ટે ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થની અરજીઓ ફગાવી

 

Back to top button