ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ન્યૂઝક્લિક કેસઃ એક આરોપીએ સરકારી સાક્ષી બનવાની કોર્ટમાં અરજી કરી

Text To Speech
  • ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિક દ્વારા ચીની ફંડિંગ લેવાના કેસમાં આવ્યો નવો વળાંક
  • મહત્વપૂર્ણ માહિતી હોવાનો અને તે માહિતી દિલ્હી પોલીસને જણાવવા માંગતો હોવાનો HR વડાનો દાવો

નવી દિલ્હી, 25 ડિસેમ્બર : ન્યૂઝ કંપની ન્યૂઝક્લિકના કેસમાં નવો વળાંક આવ્યો છે. કંપનીના HR વિભાગના વડા અમિત ચક્રવર્તીએ દિલ્હી કોર્ટમાં અરજી કરી છે. મળતી માહિતી મુજબ, ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ-UAPA હેઠળના આરોપો બાદ અમિત ચક્રવર્તીએ દિલ્હી કોર્ટ પાસે સરકારી સાક્ષી બનવાની પરવાનગી માંગી છે. તેને દાવો કર્યો કે, તેની પાસે મહત્વપૂર્ણ માહિતી છે. જે તે દિલ્હી પોલીસને જણાવવા માંગે છે, જે આ મામલે તપાસ કરી રહી છે.

 

ન્યૂઝક્લિક ન્યૂઝ પોર્ટલને ચીન પાસેથી ફંડિંગ મળતું હોવાનો ગંભીર આરોપ

કેસમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ન્યૂઝક્લિક ન્યૂઝ પોર્ટલને ચીન પાસેથી ફંડિંગ મળી રહ્યું છે. કંપનીના HR અમિત ચક્રવર્તીએ ગયા અઠવાડિયે વિશેષ ન્યાયાધીશ હરદીપ કૌરની કોર્ટમાં અરજી દાખલ કરીને આ કેસમાં માફી માંગી હતી અને દાવો કર્યો હતો કે, તેની પાસે કેસને લઈને મહત્વપૂર્ણ માહિતી રહેલી છે. જે તે દિલ્હી પોલીસને જણાવવા માંગે છે. જેથી તેને સરકારી સાક્ષી બનાવવામાં આવે.

ન્યૂઝ ક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થ અને HR અમિત ચક્રવર્તી જ્યુડિશિયલ કસ્ટડીમાં

જજે અમિત ચક્રવર્તીનું નિવેદન નોંધવા માટે કેસને મેજિસ્ટ્રેટ કોર્ટમાં મોકલ્યો છે. જેનું નિવેદન જોયા બાદ તપાસ એજન્સી કોર્ટ સમક્ષ તેની અરજીને સમર્થન આપવી કે નહીં તે અંગે નિર્ણય લેશે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ચક્રવર્તી અને ન્યૂઝ પોર્ટલના સ્થાપક અને એડિટર-ઈન-ચીફ પ્રબીર પુરકાયસ્થની 3 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. હાલ બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા છે.

આ પણ જુઓ :પંજાબથી ડ્રગ્સના તાર ગુજરાત પહોંચ્યા, અમદાવાદમાં ATS અને પંજાબ પોલીસની તપાસ

Back to top button