રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ આજે બપોરે 2:00 વાગ્યે એક મહત્વની જાહેરાત કરવાના છે. તેઓ વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરે તેવી શક્યતા જણાઈ રહી છે.
તાજેતરમાં જાહેર થયેલ ફુગાવાનો આંકડો વિક્રમજનક ઊંચી સપાટીએ પહોંચી જતા સરકાર અને રિઝર્વ બેંક ચિંતામાં મુકાઈ ગયા છે. જોકે, તાજેતરના ભૂતકાળમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટીએ પોલિસી દરો યથાવત રાખ્યા છે. મે 2020થી 11મી વખત દરો યથાવત રાખવામાં આવ્યા છે. મોનેટરી પોલિસી કમિટીએ પણ ઉદાર વલણ જાળવી રાખ્યું છે. જોકે આરબીઆઈએ ફુગાવાના દરનો અંદાજ વધાર્યો છે, જ્યારે ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વિકાસ દરમાં ઘટાડો કર્યો છે. FY2023 માટે ફુગાવો અનુમાન 120 બેસિસ પોઈન્ટ્સ 4.5 ટકાથી વધારીને 5.7 ટકા કરવામાં આવ્યો છે. બીજી તરફ, આર્થિક વૃદ્ધિનું અનુમાન 7.8 ટકાથી 60 બેસિસ પોઈન્ટ ઘટાડીને 7.2 ટકા કરવામાં આવ્યુ છે.
પહેલા રિવર્સ રેપો રેટની ઉપયોગિતામાં અગાઉ ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેને બિનઅસરકારક બનાવી દેવામાં આવ્યો છે. બજારમાંથી લિક્વિડિટી ઘટાડવા માટે તેની જગ્યાએ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે.