ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગરીબીના મોરચે રાહતના સમાચાર, 12 વર્ષમાં 21%થી ઘટીને 8.5% થઈ ગઈ

  • માર્ચમાં RBIના ભૂતપૂર્વ ગવર્નર અને અર્થશાસ્ત્રીએ ગરીબી દર 2022-23માં ઘટીને 10.8% થશેનું લગાવ્યું હતું અનુમાન
  • દેશમાં ગરીબી ઘટીને 5 ટકાથી નીચે આવી ગઈ હોવાનો નીતિ આયોગના સીઈઓએ કર્યો હતો દાવો

નવી દિલ્હી, 03 જુલાઈ : દેશમાં ગરીબીના મોરચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે અને તેના કારણે આંકડાઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. TOI માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, 2011-12થી લઇ અત્યાર સુધીમાં ગરીબી 21% થી ઘટીને 8.5% થઈ ગઈ છે. આ સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વારસાગત (પેઢી દર પેઢી) ગરીબીમાં ઘટાડો થયો છે. જો કે, એવા લોકોનું પ્રમાણ ઘણું ઊંચું છે જેઓ “જીવનની કેટલીક દુર્ઘટના” ને કારણે ગરીબીમાં પાછા સરકી શકે છે.

ગ્રામીણ-શહેરી બંને વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ ઝડપથી ઘટ્યું

ગરીબીના આંકડાઓ અંગે થિંક ટેન્ક NCAERના સોનાલ્ડ દેસાઈની આગેવાની હેઠળના અર્થશાસ્ત્રીઓ દ્વારા એક પેપરમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. આ સર્વેમાં જણાવાયું છે કે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ ઝડપથી ઘટ્યું છે અને તે 2011-12માં 24.8% થી ઘટીને હવે 8.6% પર આવી ગયું છે. જયારે શહેરી વિસ્તારોમાં ગરીબી 13.4 ટકાથી ઘટીને 8.4 ટકા થઈ ગઈ છે.

આ પણ વાંચો : શું USમાં દેખાયા એલિયન્સ અને એ પણ રસ્તા પર? UFO જોઈને લોકો ચોંકી ગયા

આ અંદાજ SBI રિસર્ચ કરતા વધારે છે, જેણે ગ્રામીણ ગરીબીમાં 7.2% અને શહેરી ગરીબીમાં 4.6% ઘટાડો થવાનો અંદાજ મૂક્યો હતો. માર્ચમાં, RBIના ભૂતપૂર્વ ગવર્નર સી રંગરાજન અને અર્થશાસ્ત્રી એસ મહેન્દ્ર દેવે HCESના આધારે અનુમાન લગાવ્યું હતું કે ભારતનો ગરીબી દર 2011-12ની સરખામણીમાં 2022-23માં ઘટીને 10.8% થશે. ઈન્ડિયા હ્યુમન ડેવલપમેન્ટ સર્વેના પ્રાથમિક તારણોના આધારે તેંડુલકર સમિતિ દ્વારા તાજેતરમાં ફુગાવા-સમાયોજિત ગરીબી રેખાનો ઉપયોગ કરીને સમગ્ર ગરીબી ગુણોત્તરનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. સરકાર આ ડેટાનો ઉપયોગ તેની જન કલ્યાણ યોજનાઓ બનાવવા અને તેને વધુ સારી રીતે અમલ કરવા માટે કરે છે.

નીતિ આયોગના સીઈઓએ ગરીબી ઘટીને 5 ટકાથી નીચે આવી ગઈ હોવાનો કર્યો હતો દાવો

નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે તાજેતરના ઘર વપરાશના ખર્ચના સર્વેને ટાંકીને દાવો કર્યો હતો કે દેશમાં ગરીબી ઘટીને 5 ટકાથી નીચે આવી ગઈ છે. ઓગસ્ટ 2022 અને જુલાઈ 2023 દરમિયાન કરવામાં આવેલા સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ગરીબી નાબૂદીના અસરકારક પગલાં સાબિત થાય છે.

આ પણ વાંચો : મુંબઈ આતંકી હુમલાના આરોપીને ટૂંક સમયમાં ભારત લવાશે, અમેરિકન વકીલનો દાવો

Back to top button