ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

YMCA ક્લબ નજીક ગમખ્વાર અકસ્માત, રોડ પર લગાવેલું બેરિકેડ પડતાં રીક્ષા પલટી, એકનું મોત

Ahmedabad News: અમદાવાદના SG Highway પર વધુ એક વખત નિર્માણ કાર્ય દરમિયાન ગંભીર બેદરકારીને કારણે નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે. YMCA ક્લબ નજીક ચાલુ બ્રિજના કામ દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન માટે લગાવવામાં આવેલા બેરીકેડના પતરા અચાનક ચાલુ રિક્ષા પર ખાબકતા રિક્ષા પલટી ગઈ છે અને એક મુસાફરનું કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

શ્રમિકો ભરેલી રિક્ષા પર પતરું પડ્યું

વૈષ્ણોદેવીથી સનાથલ તરફ જઈ રહેલી પાંચ મુસાફરો સાથેની રિક્ષાને અકસ્માત નડ્યો હતો. જ્યારે રિક્ષા આગળથી એક બસ પસાર થઈ ત્યારે તેના પવનના કારણે રોડ પર લગાવેલું ઊંચું અને ભારે પતરું રિક્ષા પર પડ્યું હતું, જેના કારણે રિક્ષા પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં રિક્ષા ચાલકનો બચાવ થયો છે, પરંતુ પાછળ બેઠેલા અજય નામના યુવકનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે બિહારથી અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી અર્થે આવેલા શ્રમિકો સવાર હતા.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા ડોક્ટરોએ એક મજૂરને મૃત જાહેર કર્યો હતો, જ્યારે અન્ય મુસાફરો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સવાલો

બ્રિજના ચાલુ બાંધકામ દરમિયાન સુરક્ષાના માપદંડોના અભાવને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. ડાયવર્ઝન માટે મુકેલા પતરા યોગ્ય રીતે ફિક્સ ન કરવામાં આવ્યા હોવાથી તે રીક્ષા પર પડ્યા હતા. શું તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરશે? આ પ્રકારની ગંભીર બેદરકારી હજુ કેટલા નિર્દોષ લોકોના મોતનું કારણ બનશે? પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને બ્રિજની કામગીરીમાં સુરક્ષામાં ચૂક રહી ગઈ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ સાવધાન! ભયાનક ગરમીમાં બ્લાસ્ટ થઈ શકે છે તમારુ AC, ઓવરહીટિંગથી બચવા જાણો સેફ્ટી ટીપ્સ

Back to top button