ગુજરાત

જગતના તાત માટે સમાચાર:બિયારણની રજીસ્ટ્રેશન પ્રકિયા ઓનલાઈન વિકસાવાઈ

Text To Speech

રાજ્યના બિયારણ ઉત્પાદકો જે નવી નવી જાતો ઉત્પન કરે તે ખેડૂતોને ઝડપથી ઉપલબ્ધ બને એ હેતુસર રાજય સરકારે બિયારણ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રકિયા ઉપલબ્ધ બનાવી છે એમ ખેતી નિયામક શ્રીની યાદીમાં જણાવ્યું છે.યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર રાજ્ય સરકાર દ્વારા જુની રજિસ્ટ્રેશન પ્રથાના સ્થાને ઝડપી, સરળ અને પારદર્શકતા આવે તે હેતુસર ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા વિકસાવવામાં આવી રહેલ છે. જેમાં કંપની પાસેથી પાકની જાતના ગુણધર્મ, તેના ઉત્પાદન સંબંધી આંકડાકીય વિગતો, રોગ જીવાત સંબંધી વિગતો તેમજ કંપની પાસેની સંશોધન અંગેની સુવિધાઓ સંબંધી વિગતો મેળવવામાં આવનાર છે. આ પધ્ધતિથી નવીન જાતોની નોંધણી ઝડપી બનશે અને નવી જાતો ઝડપથી ખેડુતોને ઉપલબ્ધ થશે.જો કોઈ ખેડૂતને બિયારણ વાવ્યા બાદ ઉભા પાક સંબંધી કોઇ ફરિયાદ હોય તો તેના માટે પણ રાજ્ય સરકાર દ્વારા ફરિયાદ નિવારણ માટે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ,કૃષિ વૈજ્ઞાનિકોની સમિતિઓની પણ રચના કરવામાં આવેલી છે.

Seed registration process developed online
ફાઈલ ફોટો

રાજ્યમાં વેચાતી બીટી કપાસની સશોધિત જાતોના ગુણવત્તા નિયંત્રણ તંત્ર દ્વારા નમૂના લેવામાં આવે છે અને તેની ચકાસણી ગાંધીનગર ખાતેની બીજ ચકાસણી પ્રયોગશાળામાં કરવામાં આવે છે. આ ઉપરાંત બીટી બિયારણ વેચતી કંપનીઓ દ્વારા પણ પોતાની જાતોના નમુના નિયત ફી ભરી ચકાસવા ગાંધીનગર ખાતેની બીજ ચકાસણી પ્રયોગશાળામાં આપવામાં આવે છે, તેથી બીટી કપાસની ચકાસણી થતી નથી તે વાત તદન વાહીયાત અને ઉપજાવી કાઢેલ છે.રાજ્યના ખેડૂતોને ગુણવત્તા યુક્ત બિયારણ ઉપલબ્ધ કરાવવા માટે વાર્ષિક સરેરાશ રૂ.6 હજારથી વધુ બિયારણના નમુના તેમજ જનીનીક શુધ્ધતા ચકાસવા માટે પણ બિયારણના નમુના લેવામાં આવે છે. ચકાસણીમાં બિન પ્રમાણિત થનાર જાતો સામે બિયારણ અધિનિયમ 1966 અને બિયારણ કંટ્રોલ ઓર્ડર 1983 હેઠળ કાયદેસરના પગલાં પણ લેવામાં આવે છે. તેમ વધુમાં જણાવાયું છે.

Back to top button