અમદાવાદગુજરાત

જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે ખાસ સમાચાર, જાણો IPS હસમુખ પટેલે શું કહ્યું?

Text To Speech

ગાંધીનગર, 08 જુલાઈ 2024, ગુજરાતમાં અગાઉ લેવાયેલી જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો માટે મહત્વની વિગતો પ્રકાશમાં આવી છે. આવતીકાલે જુનિયર ક્લાર્કની જગ્યાઓ પર ફાળવણીની કામગીરી હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત મોડ 3 ખાતાકીય પરીક્ષાની શારીરિક કસોટીના કોલલેટર જિલ્લાઓને ઈ-મેલ કરવામાં આવેલ છે. ઉમેદવારોએ જિલ્લામાંથી કોલ લેટરમાં ફોટો ચોંટાડી સહી કરી જિલ્લાના સહી સિક્કા કરાવી નિયત તારીખ સમયે કસોટી માટે હાજર રહેવાનું રહેશે.

ઉમેદવારોની જિલ્લા ફાળવણી આવતીકાલે કરવામાં આવશે
IPS હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, પંચાયત પસંદગી મંડળ જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓમાં રીસફલિંગ તથા પ્રતીક્ષા યાદીના ઉમેદવારોની જિલ્લા ફાળવણી આવતીકાલે કરવામાં આવશે. અગાઉ ફેબ્રુઆરી મહિનામાં પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલ દ્વારા સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે આગામી સમયમાં તલાટી તથા જુનિયર કલાર્કની ખાલી જગ્યાોની પ્રતિક્ષા યાદી બહાર પડશે. આ સાથે પશુ નિરિક્ષકની ખાલી જગ્યાની પણ પ્રતિક્ષા યાદી બહાર પાડવામાં આવશે.

આ પણ વાંચોઃવડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં બંધનું એલાન, જાણો સમગ્ર મામલો

Back to top button