T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

ન્યૂઝીલેન્ડ પહોંચ્યું સેમિફાઈનલમાં : આયર્લેન્ડ સામે 35 રનેથી મેળવી જીત

T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં આયર્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડએ 35 રનેથી જીત મેળવી છે. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરી દીધું છે. આયર્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેનાં જવાબમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટનાં નુકસાને 185 રન બનાવ્યા હતા.આ

આ પણ વાંચો : ભારત પર ‘મેઘ’ મેહેરબાન : રોમાંચિક મેચમાં ભારતની બાંગ્લાદેશ સામે 5 રનથી જીત

 ન્યૂઝીલેન્ડ તરફથી  કેપ્ટન કેન વિલિયમસને અડધી સદી ફટકારી હતી. તેણે 35 બોલમાં 61 રન બનાવ્યા હતા. આ ઉપરાંત વિલિયમસન સિવાય ડેરીલ મિશેલે 31 રન, ફિન એલને 32 રન અને કોનવેએ 28 રન બનાવી ન્યૂઝીલેન્ડનો સ્કોર 185 સુધી પહોંચાડ્યો હતો. આ સિવાય આયર્લેન્ડ તરફથી જોશુઆ લિટલે વર્લ્ડ કપની બીજી હેટ્રિક લીધી હતી.

NZ vs IRE - Hum Dekhenge News
NZ vs IRE

ન્યૂઝીલેન્ડ પહોંચી સેમિફાઈનલમાં

આ જીત સાથે ન્યુઝીલેન્ડ સિઝનની પ્રથમ સેમી ફાઇનલિસ્ટ ટીમ બની છે. ન્યુઝીલેન્ડ તેની 5 મેચોમાંથી 3 મેચોમાં જીત,1 મેચમાં હાર અને 1 મેચ રદ્દ ને ગણીને 7 પોઈન્ટ સાથે ગ્રુપ 1 માં ટોચનાં સ્થાને પહોંચી ગઈ છે. તે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં માત્ર ત્રીજી વખત છેલ્લી-4માં જગ્યા બનાવી શકી છે. અગાઉ, તે 2021 સિઝનમાં ટોપ-4માં પ્રવેશવામાં સફળ રહી હતી.

લિટલે લીધી વર્લ્ડ કપની બીજી હેટ્રિક

આયર્લેન્ડના લેફ્ટ આર્મ મીડિયમ પેસર બોલર જોશુઆ લિટલે આ વર્લ્ડ કપમાં તેની બીજી હેટ્રિક લીધી હતી. જોશુઆ લિટલે ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમસન, જીમી નિશમ અને સેંટનરને પોતાનો શિકાર બનાવી હેટ્રિક ઝડપી હતી. આ પહેલા યુએઈના લેગ-બ્રેક સ્પિનર ​​કાર્તિક મયપ્પને હેટ્રિક હાંસલ કરી હતી. ઓવરઓલ વર્લ્ડ કપની વાત કરીએ તો આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આ છઠ્ઠી હેટ્રિક છે.

આયર્લેન્ડના ઓપનરોની મજબૂત શરૂઆત

લક્ષ્યનો પીછો કરતાં આયર્લેન્ડના ઓપનરોએ ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. કેપ્ટન એન્ડ્રુ બલબિર્ની અને પોલ સ્ટર્લિંગે પહેલી વિકેટ માટે 49 બોલમાં 68 રનની ભાગીદારી બનાવી હતી. જેમાં પોલે 24 બોલમાં 36 રન અને બલબિર્નીએ 25 બોલમાં 30 રન બનાવ્યા હતા. પાવર પ્લેમાં ટીમ માત્ર 39 રન બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી  લોકી ફરગ્યુનસે 3 વિકેટ અને સાઉથી,સેંટનર અને સોઢીએ 2-2 વિકેટ ઝડપી આયર્લેન્ડને 150 પર જ રોકી દીધી હતી.

Back to top button