આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગવર્લ્ડ

ન્યુઝીલેન્ડ: હરનેક સિંઘની હત્યાના પ્રયાસમાં 3 ખાલિસ્તાન ઉગ્રવાદીઓેને સજા

Text To Speech
  •  આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી હરનેક સિંહની હત્યાના કાવતરા માટે ત્રણેયને સજા
  • અલગતાવાદી ચળવળનો અવાજ ઉઠાવવા બદલ હરનેક સિંઘ સામે નારાજગી વ્યક્ત કરીને હુમલાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓકલેન્ડ, 2 ડિસેમ્બર: ઓકલેન્ડ સ્થિત લોકપ્રિય રેડિયો હોસ્ટ હરનેક સિંઘની હત્યાના પ્રયાસ બદલ ત્રણ ખાલિસ્તાન ઉગ્રવાદીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને સજા કરવામાં આવી છે. હરનેક સિંઘ ખાલિસ્તાનની વિચારધારા વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા હતા. 27 વર્ષના સર્વજીત સિદ્ધુને હત્યાનો પ્રયાસનો કરવા બદલ અને 44 વર્ષીય સુખપ્રીત સિંઘને હત્યાના પ્રયાસમાં મદદ કરવા અને ઉશ્કેરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. જ્યારે ત્રીજો વ્યક્તિ ઓકલેન્ડનો નિવાસી છે. જેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. તેણે હુમલાની યોજના બનાવી હતી. તેને પણ સજા સંભળાવવામાં આવી છે.

ત્રીજા વ્યક્તિએ અલગતાવાદી ચળવળનો અવાજ ઉઠાવવા બદલ હરનેક સિંઘ વિરૂધ્ધ નારાજગીના કારણે આ હુમલાનું આયોજન કર્યું હતું. સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ માર્ક વૂલફોર્ડે સામુદાયિક સુરક્ષાની જરૂરિયાત અને ધાર્મિક કટ્ટરતા સામે મજબૂત પ્રતિબંધ પર ભાર મૂક્યો હતો.

23 ડિસેમ્બર 2020ના રોજ હરનેક સિંઘ ઉપર હમલો કરવામાં આવ્યો હતો. તેઓ મોડી રાતના પ્રસારણ બાદ વોટલ ડાઉન્સ સ્થિત પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમને છરાના 40 થી વધુ ઘા મારવામાં આવ્યા હતા અને તેમને સાજા થવા માટે 350 થી વધુ ટાંકા અને બહુવિધ સર્જરી કરવી પડી હતી. આ હુમલાનું આયોજન કરનાર આરોપી હુમલા સમયે હાજર ન હતો.

આ પણ વાંચો, લદ્દાખની ધરતી કંપી ઉઠી, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ

Back to top button