ઉત્તર ગુજરાતગુજરાત

નવા વર્ષમાં યુવાનોની નવી પહેલ : ‘અપરાજિતા’ કાર્યક્રમનો પ્રારંભ

Text To Speech

પાલનપુર : પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી કહેતા કે, પીડીત માનવતાની સેવા એ જ સાચી ઉપાસના છે. આ વાક્યને ચરિતાર્થ કરવા ગાયત્રી પરિવાર યુથ ગૃપ-GPYG, મોડાસાએ જાન્યુઆરી 2023ના પ્રથમ દિવસે પોતાના નવા રચનાત્મક કાર્યક્રમનો પ્રારંભ કર્યો. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં મોડાસા તેમજ આસપાસના ક્ષેત્રમાં છેલ્લા 80 અઠવાડિયાથી વૃક્ષોનું વાવેતર – “મારું ઘર- મારું વૃક્ષ” નામે પર્યાવરણ બચાવ ઝુંબેશ આ યુવાનો કરે છે. એની સાથે સાથે યુવાનોમાં સદ્વ્યવહાર જાગૃતિ માટે “વિચાર-ધારા” કાર્યક્રમ ચલાવી રહેલ છે. હવે “અપરાજિતા” નામનો ગરીબ જરૂરિયાતમંદોને સહાયરૂપ થવાના કાર્યક્રમનો શુભારંભ કર્યો છે.

અપરાજિતા-humdekhengenews

‘અપરાજિતા’ કાર્યક્રમના શુભારંભમાં આજે આ જીપીવાયજી, મોડાસાના યુવાનોએ હાલની કડકડતી ઠંડીમાં ગરીબો કે જેઓ બહાર ખુલ્લામાં સૂવા મજબૂર હોય છે. તેઓને ગરમ કપડાં, શાલ, ઓઢવાના કાબળા આપી પીડીત માનવતાની સેવા કરી હતી.

અપરાજિતા-humdekhengenews

મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના યુથ ગૃપ દ્વારા સેવાકીય યજ્ઞ

આ કાર્યક્રમમાં વાસ્તવમાં યોગ્ય વ્યક્તિઓને સહાયરૂપ થઈ શકાય તેથી આગલા દિવસ આ યુવાનોએ ગાયત્રી ચેતના કેન્દ્ર પર મળી યોજના બનાવવામાં આવી. આ જરૂરિયાતમંદ માનવીઓને આખા દિવસની રઝડપાટ પછી પોતાના નિયત સ્થાનો પર ઉંઘ લઈ થાક ઉતારવાનો સમય હોય ત્યારે તેમની જરૂરિયાતની વાસ્તવિકતા નિહાળવા આગલા દિવસ રાત્રે આ યુવાનોની ટીમ ઠેર ઠેર અલગ અલગ વિસ્તારોમાં નિરિક્ષણ કરી આયોજન હાથ ધરવામાં આવેલ.

જે અનુસંધાને આજના આ કાર્યક્રમમાં મોડાસા સહયોગ ચોકડી, રેલ્વે સ્ટેશન વિસ્તાર, મોડાસા ચાર રસ્તા આસપાસનો વિસ્તાર, બસ સ્ટેશન વિસ્તાર, આઈ.ટી.આઈ. રોડ વિગેરે થઈ ચાલીસ જેટલી જગ્યાએ જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :તલાટીની પરીક્ષા હજુ જાહેર થાય તે પહેલા જ ‘પેપર’ની તોડબાજી શરૂ થઈ ?

Back to top button