કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

ભુજમાં જરૂરિયાતમંદોને ગરમ વસ્ત્રોનું વિતરણ કરી નવા વર્ષની ઊજવણી કરાઈ

Text To Speech
  • નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિ (મહિલા પાંખ) દ્વારા વર્ષ 2025ને નવતર રીતે આવકારવામાં આવ્યું

ભુજ, 31 ડિસેમ્બર : ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિ (મહિલા પાંખ) દ્વારા નવ વર્ષની જરૂરિયાતમંદોને ગરમ વસ્ત્રોનું વિતરણ કરી ઊજવણી કરવામાં આવી હતી.

મધરાતે શહેરના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, જીલ્લાની મુખ્ય સરકારી જી.કે.જનરલ અદાણી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પીટલના ઈમરજન્સી વોર્ડ તથા ગ્રાઉન્ડમાં દર્દીઓનાં સગા વહાલાંઓ, ફૂટપાથોમાં સૂતા હોય સાથે સાથે શહેરોની આસપાસની શ્રમજીવી પરિવારની ઝૂંપડપટ્ટી વસાહતોમાં ગરમ ધાબળા, હાથ – પગનાં ગરમ મોજાંઓ, ગરમ ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિવિધ દાતાઓના સહયોગથી આવી કડકડતી હાડ થિજાવી દેતી ઠંડીમાં મધરાત્રીએ (૨૦૨૫)ના વર્ષના આગમનની મહિલાઓ પણ પોતાના પરિવાર સાથે નાના બાળગોપાલો સાથે ઊજવણી એક અલાયદો જરા હટકે અલગ પ્રકારનો માહોલ સર્જાયો હતો.

આ સાથે સમિતિના સક્રિય હોદ્દેદારો અને સેવકગણોએ સાથે રહીને સારો એવો સહયોગ આપ્યો હતો અને રસ્તે રઝળપાટ કરતાં ગૌધનોને ગોળ તથા શ્વાનોને ગોળના નાના નાના ટુકડા કરીને ખવડાવવામાં આવેલ હતાં.

આ પણ વાંચો :- IPL ઓક્શનમાં જેને કોઈ ખરીદવા રાજી ન હતું તે ખેલાડીએ લગાવી સદીની હેટ્રીક, જૂઓ કોણ છે

Back to top button