ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ પોલીસનું નવુ હથિયાર, હવે સંવેદનશીલ વિસ્તારોમાં સર્વેલન્સ બનશે આસાન

Text To Speech

અમદાવાદ પોલીસ પાસે હવે વધારીની સુવિધા ઉમેરાવા જઈ રહી છે. શહેરમાં અવાર નવાર સુરક્ષાને લઈને મોટા પ્રશ્નો ઉભા થતા હોય છે. અમદાવાદ શહેર આતંકી પ્રવૃતિઓનો ખતરો પણ રહેતો હોય છે. અમદાવાદમાં અનેક મોટા કાર્યક્રમો થતા હોય છે. ત્યારે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં આકાશી સર્વેલન્સ રાખવા ખાસ સ્ક્વોડ તૈયાર કરવામા આવી છે. અમદાવાદ પોલીસ પાસે પણ હવે એક વધારાની શક્તિ ઉમેરાવા જઈ રહી છે. ગુજરાતમાં પહેલી વાર અમદાવાદ પોલીસે ડિજીસીએ ડ્રોન પાયલોટ લાયસન્સ મેળવ્યું છે.

અમદાવાદ પોલીસ પાસે સર્ટિફાઇડ ડ્રોન સ્ક્વોડ

ગુજરાતમાં પહેલી વખત અમદાવાદ શહેર પોલીસ પાસે સર્ટિફાઇડ ડ્રોન સ્ક્વોડ છે. અમદાવાદ પોલીસે ડિજીસીએ ડ્રોન પાયલોટ લાયસન્સ મેળવી લીધુ છે. અને હાલ આ માટે બે લોકોની સ્ક્વોડ દ્વારા આ ડ્રોનની તાલીમ સ્વ ખર્ચે લેવમાં આવી રહી છે. આગામી સમયમાં માત્ર અમદાવાદ પોલીસ જ નહી પરંતુ ગુજરાત ભરની પોલીસ માટે પણ ઉપયોગી બનશે.

અમદાવાદ પોલીસ-humdekhengenews

પોલીસકર્મીઓને ડ્રોનની ખાસ 10 દિવસની ટ્રેઇનિંગ લીધી

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા ડ્રોનના તાલીમબદ્ધ પોલીસકર્મીઓને ડ્રોનની ખાસ 10 દિવસની ટ્રેઇનિંગ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે લીધી છે. જે ટ્રેઇનિંગ ડિજીસીએ (ડિરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન) માન્ય છે. જેથી ડ્રોન તેના પ્રકાર, તેનો ઉપયોગ અને ડ્રોનની તાલિમ આપવા માટે પણ માન્ય છે.

દરેક પોલીસ સ્ટેશનમાં પાંચ પોલીસ કર્મીઓને અપાશે તાલિમ

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર અમદાવાદ પોલીસ હવે સંવેદનશીલ વિસ્તારોમાં સર્ટિફાઇડ ખાસ સ્ક્વોડ ડ્રોનનો ઉપયોગ કરશે. અને આગામી સમયમાં દરેક પોલીસ સ્ટેશનના પાંચ-પાંચ પોલીસકર્મીઓને આ તાલીમ આપવામાં આવશે.

સુરક્ષા બંદોબસ્ત માટે ડ્રોન પોલીસનું મુખ્ય હથિયાર

મહત્વનું છે કે અમદાવાદ પોલીસ હવે સુરક્ષા બંદોબસ્ત માટે ડ્રોન પોલીસનું મુખ્ય હથિયાર છે. માટે જ બંદોબસ્ત કે આંતકી હુમલા બાદ હવે પોલીસ ડ્રગ્સના વેચાણના સ્પોટ નક્કી કરી ડ્રોન વડે સર્વેલન્સ કરશે અને ડ્રગ્સની પ્રવૃત્તિ પર પણ રોક લગાવવા માટે કામગીરી હાથ ધરવામા આવશે.

આ પણ વાંચો : સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શરુ થશે રોપ-વે, 13.80 કિમીનું અંતર 5 મીનિટમાં કપાશે

Back to top button