ટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

ઓનલાઈન ફ્રોડની નવી રીત: OTP અને ફોન કોલ વિના પણ બેંક ખાતું થશે ખાલી, ભરો આ પગલાં  

HD ન્યૂઝ ડેસ્ક, 17 જુલાઇ: સાયબર ગુનેગારો લોકો સાથે ઓનલાઇન ફ્રોડ કરવા માટે સતત નવા રસ્તાઓ શોધી રહ્યા છે. તેઓ મેસેજ કે કોલ દ્વારા કે અન્ય કોઈ રીતે નકલી લિંક મોકલીને યુઝર્સને છેતરે છે. યુઝર્સને તેમની અંગત માહિતી ચોરી કરીને ફસાવવામાં આવે છે અને પછી તેમના બેંક ખાતા ખાલી કરવામાં આવે છે. તાજેતરમાં આ કૌભાંડની બીજી નવી પદ્ધતિ બહાર આવી છે, જેમાં હેકર્સ ન તો કોઈને ફોન કરી રહ્યા છે, ન તો OTP માંગી રહ્યા છે અને ન તો કોઈ નકલી લિંક મોકલી રહ્યા છે, પરંતુ આ બધું કરવા માટે AePSનો ઉપયોગ કરી રહ્યા છે, જે સરકાર દ્વારા લોકોની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે. તમે પણ AePSનો ઉપયોગ કરીને બેંકમાંથી પૈસા પણ ઉપાડ્યા હશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, સાયબર ગુનાઓને રોકવા માટે એજન્સીઓ સતર્ક બની છે, ત્યારે ગુનેગારોએ પણ ફ્રોડ કરવાની રીત બદલવાનું શરૂ કર્યું છે. હવે હેકર્સ ન તો લોકોને કોલ કરી રહ્યા છે અને ન તો લિંક મોકલી રહ્યા છે, પરંતુ તેમની વિગતો ચોરીને તેમના એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે.

AePS શું છે?

AePS એટલે કે Aadhaar Card Enabled Payment System એ એવી સેવા છે જેમાં આધાર કાર્ડ અને બાયોમેટ્રિક્સ દ્વારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે છે. જે યુઝર્સનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોય અને AePS અનેબલ હોય, તેઓ કોઈપણ ચેકબુક, ATM કાર્ડ વગેરે વગર પણ તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. જોકે, રિઝર્વ બેંકે આ માટે એક મર્યાદા નક્કી કરી છે.

 કેવી રીતે થાય છે છેતરપિંડી?

સાયબર ગુનેગારોએ લોકોને છેતરવાનો આ નવો રસ્તો શોધી કાઢ્યો છે, જેમાં તેઓ AePSનો ઉપયોગ કરીને લોકોની માહિતી ચોરી કરે છે અને તેમના બેંક ખાતા ખાલી કરે છે. આ માટે હેકર્સે સરકારી કચેરીઓમાંથી જમીન ફાળવણીના દસ્તાવેજોની ચોરી કરવાનું શરૂ કરી દીધું છે. આ દસ્તાવેજો પર લોકોના ફિંગરપ્રિન્ટ્સ નોંધવામાં આવે છે. બાયોમેટ્રિક વેરિફિકેશન માટેના આ દસ્તાવેજોમાંથી ગુનેગારો ફિંગરપ્રિન્ટની ચોરી કરવામાં આવે છે. આધાર કાર્ડ નંબર અને બાયોમેટ્રિક વિગતો મેળવ્યા પછી, તેમના માટે બેંકમાંથી પૈસા ઉપાડવાનું સરળ બને છે.

કઈ-કઈ સાવચેતીઓ રાખવી જોઈએ?

આ નવા પ્રકારના સ્કેમથી બચવા માટે યુઝર્સે પોતાનું આધાર કાર્ડ સુરક્ષિત રાખવું પડશે. આ માટે યુઝર્સે પોતાનું આધાર કાર્ડ કોઈની સાથે શેર ન કરવું જોઈએ. જો શેર કરવા માંગતા પણ હોય, તો Masked આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાય છે, જેમાં આધાર કાર્ડ નંબર કોઈના સુધી પહોંચતો નથી. આ સિવાય તેઓ આધાર કાર્ડ નંબરને બદલે વર્ચ્યુઅલ આઈડી (VID) શેર કરી શકે છે.

  1. આ માટે યુઝર્સને પહેલા UIDAIની વેબસાઈટ પર જવું પડશે.
  2. અહીં તેમને માસ્ક્ડ આધાર અને VID જનરેટ કરવાનો વિકલ્પ મળશે.
  3. તેઓ તેમના આધાર કાર્ડ અને મોબાઈલ નંબર દાખલ કરીને તેમના આધારને સુરક્ષિત કરી શકે છે.

આ પણ જૂઓ: પૃથ્વી પર તેજીથી વધી રહ્યું છે “ટ્રિપલ સંકટ”, જુઓ યુએનનો ચોંકાવનારો રિપોર્ટ

Back to top button