JioFinance એપનું નવું વર્ઝન લોન્ચ, મુકેશ અંબાણીની કંપનીએ ઑફર કરી સસ્તી લોન
HD ન્યૂઝ ડેસ્ક, 11 ઓકટોબર : નવરાત્રિની આ ફેસ્ટિવ સિઝનમાં, Jio Financial Services Limited એ Jio Finance Appનું નવું અને ઈમ્પ્રુવ વર્જન લૉન્ચ કર્યું છે. આ એપ હવે Google Play Store, Apple App Store અને MyJio પર ઉપલબ્ધ છે. આ એપ દ્વારા કંપની આકર્ષક વ્યાજ દરે લોન આપી રહી છે. Jio Finance એપનું બીટા વર્ઝન 30 મે 2024ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. 60 લાખથી વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે. યુઝર્સના અનુભવોને ધ્યાનમાં રાખીને કંપનીએ હવે એક સુધારેલી એપ લોન્ચ કરી છે. જિયો ફાઇનાન્શિયલ સર્વિસે સ્ટોક એક્સચેન્જને રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ માહિતી આપી છે.
તમને આ સેવાઓ મળશે
Jio Finance એપમાં ફાઈનાન્શિયલ પ્રોડક્ટ અને સર્વિસની વિશાળ રેન્જ ઉમેરવામાં આવી છે. આમાં મ્યુચ્યુઅલ ફંડ સામે લોન, હોમ લોન (બેલેન્સ ટ્રાન્સફર સહિત), પ્રોપર્ટી સામે લોનનો સમાવેશ થાય છે. કંપનીનું કહેવું છે કે આ લોન આકર્ષક શરતો સાથે લાવવામાં આવી છે અને તેનાથી ગ્રાહકોને મોટી બચત થશે. Jio ફાઇનાન્શિયલ સર્વિસે જણાવ્યું કે Jio પેમેન્ટ બેંકમાં માત્ર 5 મિનિટમાં ડિજિટલ બચત ખાતું ખોલાવી શકાય છે. કંપની બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અને ફિઝિકલ ડેબિટ કાર્ડ દ્વારા સુરક્ષિત બેંક એકાઉન્ટ ઓફર કરી રહી છે. કંપનીએ કહ્યું કે 15 લાખ ગ્રાહકો Jio પેમેન્ટ બેંક પર તેમના દૈનિક અને રિકરિંગ ખર્ચનું સંચાલન કરી રહ્યા છે. આ એપ દ્વારા ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ, UPI પેમેન્ટ અને મોબાઈલ રિચાર્જ પણ કરી શકાય છે. આ એપ દ્વારા યુઝર્સ તેમની ફાઇનાન્સને સારી રીતે મેનેજ કરી શકે છે. Jio Finance એપ હેલ્થ, જીવન અને કારનો વીમો પણ ઓફર કરી રહી છે.
Jio ફાયનાન્સિયલ સર્વિસીસ શેર
શુક્રવારે સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં Jio Financial Services Limitedનો શેર લાલ નિશાનમાં ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શેર 0.35 ટકા અથવા રૂ. 1.25 ઘટીને રૂ. 342.50 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : શું હતું ઑપરેશન પવન, કેમ મજબૂર થઈ ભારત સરકાર; કેવી રીતે બન્યું રાજીવ ગાંધીની હત્યાનું કારણ