ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતને મળશે વધુ એક વંદે ભારત ટ્રેન, PM કરશે લોકાર્પણ

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ હવે ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. આ ટ્રે્ન સાબરમતીથી જોધપુર વચ્ચે ચાલશે. આ ટ્રેનનું પ્રધાનમંત્રી દ્રારા 7 જુલાઈએ વર્ચુઅલી લોકાર્પણ કરવામાં આવશે. જેમાં 5 સ્ટેશનો પર આ ટ્રેન ઉભી રહેશે. આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, અને પાલી સ્ટેશન પર ઉભી રહેશે.

ક્ચારે અને કેટલા વાગ્યે દોડશેઃ આ વંદે ભારત ટ્રેન અઠવાડીયામાં 6 દિવસ સોમવારથી શનીવાર સુધી દોડશે. આ સાથે રવિવારે તેનું મેન્ટેનેન્સ કરવામાં આવશે. આ ટ્રેન જોધપુરથી સવારે 6 વાગ્યે ઉપડશે તથા બપોરે 12 વાગ્યે સાબરમતી પહોંચશે. આ સાથે ફરી આ ટ્રેન સાબરમતીથી સાંજે 16.45 વાગ્યે ઉપડશે અને રાત્રે 22.45 વાગ્યે જોધપુર પહોંચશે. સામાન્ય ટ્રેનને આ સફર પુરો કરવામાં આઠ કલાક જેટલો સમય લાગે છે જ્યારે વંદે ભારતમાં આ સફર 6 કલાકમાં પુરો થઈ શકશે.

કેટલુ હશે ભાડુઃ હજુ સુધી શું ભાડુ રહેશે તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ અન્ય વંદે ભારત ટ્રેન મુજબ રુપિયા 800 થી 1000 રહેવાની શક્યતાઓ છે. સાબરમતીથી જોધપુર વંદે ભારત ટ્રેન સમયસર દોડે તે માટે રેલ્વેએ ઉતર ગુજરાત અને રાજસ્થાનની ટ્રેનના સમયમાં થોડોક ફેરફાર કરેલ છે. તે ફેરફાર માત્ર 5થી 15 મિનિટ સુધીનો રહેશે. જેમ કે બિકાનેર- દાદર ટ્રેનના સમયમાં 15 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ દેશમાં કેટલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે? જાણો તેના તમામ રુટ

Back to top button