સાયન્સ એન્ડ ટેકનોલોજી

સોશિયલ મીડિયા તેમજ ઓટીટી પ્લેટફોર્મ માટે આવી રહ્યું છે New Telecom Bill

Text To Speech

વોટ્સએપ, ફેસબુક મેસેન્જર સહિતની ઘણી એપ્સ ઇન્ટરનેટ કોલિંગ અને મેસેજિંગની જેવી ફ્રી સુવિધા માટે જાણીતી છે. આ એપ્સએ વોડાફોન તેમજ જિઓ જેવી ટેલિકોમ કંપનીઓના સમાન સેવાઓ આપી રહી છે. આ ટેલિકોમ કંપનીઓને ભારત સરકાર પાસેથી લાઇસન્સ લેવું પડતું હોય છે. તેમજ બુધવારે બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ બિલ અનુસાર સંબંધિત કંપનીઓએ ટેલિકોમ સેવાઓ અને ટેલિકોમ નેટવર્ક માટે લાયસન્સ લેવું પડશે.

ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવેએ New Telecom Bill વિષે જણાવતા કહ્યું હતું કે નવું ટેલિકોમ બિલ ટેલિકોમ ઉદ્યોગને પુનર્જીવિત કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે આ બિલ લાવવામાં આવી રહ્યું છે. નવું ટેલિકોમ બિલમાં ટેલિકોમ સેવાના ભાગ રૂપે OTTનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારે બિલમાં ટેલિકોમ અને ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સની ફી અને દંડ માફ કરવાની જોગવાઈનો પ્રસ્તાવ મૂક્યો છે.

New Telecom Bill

સોશિયલ મીડિયા અને ઓટીટીની મનમાની પર પ્રતિબંધ મુકવાની તૈયારી

સોશિયલ મીડિયા તેમજ ઓટીટીની મનમાની પર અંકુશ તેમજ પ્રતિબંધ મૂકવા માટે સરકાર એક નવું ટેલિકોમ ડ્રાફ્ટ બિલ લઈને આવી રહી છે. વધું માં તેમને જણાવ્યું હતું કે ટેલિકોમ ઉદ્યોગને પુનર્જીવિત કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે રોડમેપ આપશે. તેમજ આગામી બે વર્ષમાં સરકાર ડિજિટલ રેગ્યુલેટરી ફ્રેમવર્કને સંપૂર્ણપણે સુધારી ને સામાજિક ઉદ્દેશ્યોને સંતુલિત કરવાનો છે.

New Telecom Bill

ઓપરેટ કરવા માટે લાયસન્સની જરૂર

નવા બિલ અનુસાર, વોટ્સએપ, ઝૂમ અને ગૂગલ ડ્યૂઓ જેવી કોલિંગ અને મેસેજિંગ સેવાઓ પૂરી પાડતા OTTને દેશમાં ઓપરેટ કરવા માટે લાયસન્સની જરૂર પડી શકે છે. આ બિલમાં ટેલિકોમ સેવાના ભાગ રૂપે OTTનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બિલમાં ટેલિકોમ અને ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સની ફી અને દંડ માફ કરવાની જોગવાઈનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. મંત્રાલયે જો ટેલિકોમ અથવા ઇન્ટરનેટ પ્રદાતા તેનું લાઇસન્સ સરન્ડર કરે તો ફીના રિફંડની જોગવાઈનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.

આ પણ વાંચો : Volvo cars એ લોન્ચ કર્યા આ નવા મોડલ્સ, જાણો કિંમત અને ફિચર્સ

Back to top button