વેઈટિંગ લિસ્ટના મુસાફરોની ટિકિટ કન્ફર્મ કરતી નવી ટેકનોલોજી
રેલવે કન્ફર્મ ટિકિટ મેળવવી એ એક મોટી સમસ્યા છે. છેલ્લી ઘડીએ ટિકિટ બૂક કરવાની હોય તો પછી વેઇટિંગ લિસ્ટથી ચલાવી લેવુ પડે છે. આવા વેઈટિંગ લિસ્ટ કે RAC લિસ્ટમાં રહેલા મુસાફરો માટે રેલવેએ ટેકનોલોજીની મદદ લીધી છે. ઘણા મુસાફરો છેલ્લી ઘડીએ ટિકિટ કેન્સલ કરાવતા હોય છે. બીજી તરફ હજારો મુસાફરો કન્ફર્મ ટિકિટ માટે રાહ જોતા હોય છે. પરંતુ છેલ્લી ઘડીએ કેન્સલ થતી ટિકિટની જાણકારી મળે ત્યાં સુધીમાં મોડું થતું હોય છે.
રેલવેએ રીઅલ ટાઈમ મોનીટરીંગ સિસ્ટમ શરૂ કરી
આ સ્થિતિ નિવારવા માટે રેલવેએ રિઅલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ ચાલુ કરી છે. આ સિસ્ટમ હેઠળ કેન્સલ થતી ટિકિટની જાણકારી તુરંત જ ટીટીઈને મળી જાય છે. માટે ત્યાં વેઇટિંગમાં રહેલા મુસાફરને તુરંત એ સીટની ફાળવણી કરી શકાય છે. રેલવે દ્વારા આ માટે હેન્ડ હેલ્ડ ટર્મિનલ નામનું ટેબલેટ જેવુ ડિવાઈસ વાપરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: થાઈલેન્ડમાં ખરીદો તમારી જમીન, આ રીતે બની શકશો માલિક….
સારી વાત એ છે કે આ ડિવાઈસ અને રિઅલ ટાઈમ ટેકનોલોજીના કારણે રોજના સરેરાશ 7000 વેઈટિંગ ટિકિટના મુસાફરોને કન્ફર્મ ટિકિટ અપાઈ રહી છે.