ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

હિત સંઘર્ષ પર નવી પ્રણાલિ બનશે, FPIના નિયમ બનશે આસાન, બજારમાં ઘટાડા વચ્ચે સેબી પ્રમુખની ઘોષણા

નવી દિલ્હી, 8 માર્ચઃ હાલમાં બજારમાં ભારે વોલેટીલિટી પ્રવર્તી રહી છે અને રોકાણકારોની મૂડીમાં ઘટાડો થઇ રહ્યો છે તેની વચ્ચે મૂડી બજાર નિયંત્રક સેબીના નવનિયુક્ત ચેરમેન તુહિન કાંત પાંડેએ તાજેતરમાં જણાવ્યું છે કે તેઓ એક એવી પ્રણાલિ અસ્તિત્વમાં લાવશે, જે અનુસાર સેબી બોર્ડના સભ્યોના હિત સંઘર્ષ વિશે જનતાને જણાવવામાં આવશે. 1 માર્ચના રોજ સેબીનો ક્રાભાર સંભાળનારા પાંડેએ પોતાના સૌપ્રથમ જાહેર કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુકે પારદર્શિતા માટે આ પગલું ઉઠાવવું જરૂરી છે.

પાછલા વર્ષે પૂર્વ સેબી પ્રમુખ માધવી બૂચ પર લાગ્યા હતા આરોપ

પાછલા વર્ષે અમેરિકા સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે પાંડેના પુરોગામી માધવી બૂચ વિરુદ્ધ વ્હીસલબ્લોઅર દસ્તાવેજોને ાધારે સંભવિત હિત સંઘર્ષ સાથે સંકળાયેલા આરોપો લગાવ્યા હતા. આ આરોમાં એક ઓફશોર ફંડમાં તેમના પોતાના ખાનગી રોકાણની જાણકારી આપવામાં આવી હતી, જેમાં સેબીની તપાસ હેઠળના અદાણી ગ્રુપની એક સહયોગી કંપની પણ સહ રોકાણકાર હતી.

તેના જવાબમાં સેબીએ કહ્યુ હતુ કે બુચે જરૂરી ખુલાસાઓ કર્યા હતા અને આવશ્યકતા ઊભી થતા તેમણે પોતાને અલગ કરી દીધા હતા અને અદાણી સમૂહ વિુદ્ધ આરોપોની વિધિવત તપાસ કરવામાં આવી હતી. તે સંદર્ભમાં નવા સેબી સુપ્રીમોએ જણાવ્યું હતુ કે મને લાગે છે કે વિભિન્ન ઉપાયો જેમ રે હિત સંઘર્ષ જેવા મુદ્દે બોર્ડે વધુ પારદર્શી થવાની જરૂર છે. અમે અમારી આ યોજના સાથે આગળ વધીશુ, જેથી હત સંઘર્ષ જેવા કિસ્સાઓમાં વધુ પારદર્શક રીતે જનતાની સમક્ષ મુકી શકાય.

બજારમાં ભરોસો અને પારદર્શિતા જરૂરી

ગ્લોબલ વેલ્થ સમિટ 2025માં પોતાના સંબોધમાં પાંડેએ જણાવ્યું હતુ કે મને લાગે છે કે ભરોસો અને પારદર્શિતા જરૂરી છે. આપણે હિતધારકોનો ભરોસો ઉપર લાવવાની જરૂર છે એટલુ જ નહી પરંતુ તે ભરોસાને જાળવી પણ રાખવાનો છે. વિદેશી સંસ્થાકિય રોકાણકારોની વેચવાલી સંકળાયેલી ચિંતાની વચ્ચે તેમણે કહ્યુ કે મૂડી બજાર નિયંત્રક તેના ઓપરેશનને નિયંત્રિત કરનારા નિયમો વધુ તર્કસંગત બનાવશે.

પાંડેએ જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઇક્વિટી, ડેટ અને પ્રાઇવેટ ઇક્વિટી સેક્ટરમાં વૈશ્વિક રોકાણ વધ્યું છે. તેમણે સ્વીકાર્યું કે આવી લાંબા ગાળાની વિદેશી મૂડીની હાજરી ભારતમાં માળખાકીય વિકાસ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને વધુ વેગ આપશે.

અર્થતંત્રમાં વૃદ્ધિની ગતિ જાળવી રાખવા માટે સુગમતા જરૂરી

પાંડેએ જણાવ્યું હતું કે, “ભૌગોલિક-આર્થિક વિભાજન, ટેરિફ મુદ્દાઓ અને વધેલી અનિશ્ચિતતાઓને લીધે આપણે વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે આપણે આપણી વૃદ્ધિને ટકાવી રાખવા માટે આપણી સ્થિતિસ્થાપકતા અને શક્તિઓને વધારવાની જરૂર છે” ઉચ્ચ સ્તરની ટકાઉ વૃદ્ધિ, ચાલુ ખાતાની ખાધનું નીચલુ સ્તર, નીચું બાહ્ય જાહેર દેવું, સ્વસ્થ બેન્ક બેલેન્સ શીટ, રાજકોષીય એકત્રીકરણ યોજના, સરકારી મૂડી ખર્ચ પર સતત ભાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિદેશી વિનિમય અનામત બફર એ બાહ્ય આંચકા સામે ભારતની સ્થિતિસ્થાપકતા માટેના કેટલાક મુખ્ય આધારસ્તંભ છે. તેમણે એવું પણ વચન આપ્યું હતું કે સેબી બિનજરૂરી અને જૂના નિયમો જે કોઇ હેતુને સર કરતા નથી તેની પર પુનર્વિચાર કરવા તૈયાર છે.

Back to top button