Covid-19 new variant symptoms: કોવિડ-19ના વધતા જતા કેસને લઈને વિશ્વભરના લોકોની ફરી ચિંતા વધારી દીધી છે. કોરોનાથી લોકોને થોડી રાહત મળી જ હતી કે ફરીથી ચીન, જાપાન, આર્જેન્ટીના, દક્ષિણ કોરિયા, અમેરિકા અને બ્રાઝીલ જેવા દેશમાં કેસ વધવાના શરૂ થઈ ગયા છે. દર્દીના વધતા જતા આંકડાને જોતા ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ મીટિંગ બોલાવી હતી જેમાં અનેક મહત્વના નિર્ણય લેવાયા. ચીનમાં કોવિડ-19 કેસમાં ઉછાળા માટે જવાબદાર ઓમિક્રોનના BF.7 વેરિયન્ટના ચાર કેસ ભારતમાં નોંધાયા છે.
કોરોના વાયરસ સતત મ્યૂટેટ થઈ રહ્યો છે અને મ્યૂટેશનના કારણે આ લક્ષણ પણ બદલાઈ રહ્યાં છે. અનેક એવા કેસ પણ સામે આવ્યા છે જેમાં વેક્સીનેશન કરાવી ચુકેલા લોકો પણ પોઝિટિવ થઈ રહ્યાં છે. અનેક એવા લક્ષણ પણ સામે આવ્યા છે જેને સામાન્ય રીતે લોકો અવગણે છે. UK હેલ્થ સ્ટડી એપ ZOE પર સંક્રમિત થયેલા લોકો પોતાના લક્ષણો જણાવે છે. આ એપ પર છેલ્લાં કેટલાંક દિવસમાં સંક્રમિત લોકોમાં કયા લક્ષણો જોવા મળ્યા તે જણાવે છે. ત્યારે આ લક્ષણ અંગે આપણે પણ જાણીએ….
હેલ્થ સ્ટડીના આધારે કોરોનાના નવા લક્ષણ
Express.co.uk મુજબ કોરોના મહામારીની શરૂઆત પછીથી ZOE એપ સતત કોવિડના લક્ષણ અંગે આ જાણકારી આપી રહ્યાં છ કે સમયની સાથે લક્ષણમાં કેવા ફેરફાર થઈ રહ્યાં છે. આ વાયરસની જેમ SARS-CoV-2 કોરોના વાયરસ જે COVID-19ના કારણે બને છે, ફેલાવવાની ક્ષમતા અને તેના લક્ષણોને કારણે મ્યૂટેટ થઈ રહ્યો છે. ત્યારે આ લક્ષણોને અવગણવા ભારે પડી શકે છે.
- ગળામાં ખરાશ
- છીંક
- નાકનું વહેવું
- બંધ નાક
- કફ વગરની શરદી
- માથાનો દુખાવો
- કફની સાથે ઉધરસ
- બોલવામાં મુશ્કેલી
- માંસપેશીઓમાં દુખાવો
- ગધનો અનુભવ ન થવો (સૂંઘવાની શક્તિને અસર)
- અતિશય તાવ
- કાંપવાની સાથે તાવ
- સતત ઉધરસ
- શ્વાસ લેવામાં તકલીફ
- થાક લાગવોભૂખમાં ઘટાડો
- ડાયરિયા (ઝાડા)
- બીમાર પડવું
ઘણાં જ સામાન્ય બની ગયા છે આ લક્ષણ
ZOE હેલ્થ સ્ટડી મુજબ, સૂંઘવાની શક્તિમાં ઘટાડો અને શ્વાસ લેવામાં તકલીફ કોવિડ-19ના BF.7 વેરિયન્ટના કોમન લક્ષણ છે. કોરોનાના અન્ય વેરિયન્ટમાં પણ આ સૌથી કોમન લક્ષણ હતું. એનોસ્મિયા કોવિડ-19 એક મુખ્ય સંકેત હતો પરંતુ જે લોકોને કોવિડ થઈ રહ્યો છે તેમાંથી માત્ર 16 ટકા લોકો જ તેનો અનુભવ કરી રહ્યાં છે.
લક્ષણ દેખાય તો શું કરવું?
નેશનલ હેલ્થ સર્વિસનું કહેવું છે કે અનેક લોકો પાંચ દિવસ પણ બીજામાં સંક્રમણ નથી ફેલાવતા પરંતુ કેટલાંક લોકો સંક્રમિત હોવાને કારણે 10 દિવસ પછી સંક્રમણ ફેલાય શકે છે. તેથી જે લોકોમાં કોઈ લક્ષણ જોવા મળે છે તેમણે અવગણવાની જગ્યાએ પાંચ દિવસ સુધી અન્ય લોકોના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ અને ઓછામાં ઓછા 10 દિવસ સુધી વૃદ્ધો-બાળકો કે બીમાર લોકોને મળવાથી બચવું જોઈએ.
ડરવાની નહીં, સચેત રહેવાની જરૂર
એપોલો હોસ્પિટલના એમડી ડૉ.સંગીતા રેડ્ડી મુજબ, “ભારતમાં કોવિડ વેક્સિનેશન અભિયાન અને ઈફેક્ટિવ વેક્સિનને જોતા ચીનમાં કોવિડ-19ના વધતા કેસને લઈને ગભરાવવાની જરૂર નથી. અમે ચીનથી આવતી ફ્લાઈટ્સ અંગે નીતિઓ પર તાત્કાલિક કામ કરવું જોઈએ. ચીનમાં ફેલાયેલો હાલનો કોવિડ ન માત્ર ચીનને પણ સમગ્ર વિશ્વને જોખમમાં નાખી શકે છે.”
એન્ડી ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્ય અને કોવિડ વેક્સિનેશન અભિયાનના પ્રમુખ ડૉ. એનકે અરોડા મુજબ ભારતને ચીનમાં વધતા કેસથી ડરવાની જરૂર નથી પરંતુ સાવધાની રાખવાની જરૂર છે. ભારતમાં મોટા પાયે વેક્સિનેશન થયું છે જેમાં વૃદ્ધો, યુવાનો અને નાની ઉંમરના બાળકો પણ સામેલ છે.