ટોપ ન્યૂઝબિઝનેસ

GST ના નવા નિયમ આજથી લાગુ થયા પણ કેવી રીતે તમે બચી શકશો આ ભારણથી ?

Text To Speech

GST મુદ્દે સરકારની પર ભારે દબાણની અસર જોવા મળી રહી છે. ત્યારે એક તરફ વેપારીઓ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ સામાન્ય જનતાના ખિસ્સા પર જ અંતે GST નું ભારણ આવવાનું છે તે પણ નક્કી છે. આ વચ્ચે રવિવારે કેન્દ્રીય નાણામંત્રાલયના સીબીઆઈસીના દ્વારા લોકોના માટે કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી છે.

કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (CBIC)એ GSTનો નવો નિયમ લાગુ થયો ત્યારે નોટિફિકેશન બહાર પાડીને કેટલીક સ્પષ્ટતાઓ કરતાં કહ્યુંકે, GSTના ક્ષેત્રમાંથી બહાર રહેલા આ ઉત્પાદનો અને સેવાઓને હવે GST માં આવરી લેવામાં આવ્યા છે. જોકે કેટલાક નિયમો હજુ પણ આ ઉત્પાદનોને GSTના ક્ષેત્રમાંથી બહાર રાખી શકશે. CBICએ ગ્રાહકોને GST ભર્યા વગર આ વસ્તુઓ ખરીદવા માટેનો રસ્તો બતાવ્યો છે. તેમાં કેટલીક પ્રી-પેક્ડ પ્રોડક્ટ્સ છે જે પહેલેથી જ પેકિંગમાં આવે છે. તેને જો ધ્યાનમાં લેવામાં આવે તો ગ્રાહકને તેનો લાભ મળી શકે છે. તેમ કહેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : રોજબરોજની વસ્તુઓ પર GST વધતા મોંઘવારી વધશે

જાણો કઈ રીતે GSTમાંથી બચી શકાશે ?

CBICના કહેવા પ્રમાણે 25 કિગ્રા સુધીનું વજન ધરાવતા લોટ, દાળ, ચોખા કે કોઈ પણ અનાજના સિંગલ પેકિંગને લેબલ્ડ પ્રોડક્ટ માનવામાં આવશે અને તેના ઉપર 5 ટકા GST લાગુ થશે. અત્યાર સુધી આ વસ્તુઓમાં ટેક્સ છૂટ મળતી હતી.

પરંતુ 25 કિગ્રાથી વધારે વજન ધરાવતા લોટ, ચોખા કે અન્ય સામગ્રીના પેકેટ પર કોઈ જ GST નહીં લાગે. લોકોની ચિંતામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકારે પ્રી-પેક્ડ અને લેબલ્ડ કોમોડિટીની કેટેગરી અંગે સ્પષ્ટતા કરી છે. સરકારે જણાવ્યું છે કે, 25 કિગ્રાથી વધારે વજનના લોટ, ચોખા, દાળ કે અન્ય અનાજના પેકેટને આ કેટેગરીમાં નહીં ગણવામાં આવે. આ કારણે આ પ્રકારના પેકેટ પર કોઈ જ GST નહીં લાગે.

સરળતાથી સમજીએ તો છૂટક વેચાણ માટેની 25 કિગ્રા વજનની લોટની થેલી કે બોરી ઉપર 5 ટકા GST લાગશે અને ગ્રાહકે તે મુજબ પૈસા ચુકવવા પડશે. પરંતુ જો ગ્રાહક લોટની 30 કિગ્રા વજનની બોરી કે પેકેટ ખરીદશે તો તેના પર કોઈ જ GST નહીં લાગે.

પરંતુ જો કોઈ પ્રોડક્ટનું વજન 25 કિગ્રાથી વધારે છે પણ તે સિંગલ પેકમાં નથી તો પણ 5 ટકાનો GST ચુકવવો પડશે. મતલબ કે, 10-10 કિલોના 3 પેકેટ હોય તો કુલ વજન 30 કિગ્રા થવા છતાં પણ પેકેટ અલગ હોવાના કારણે GST ભરવો પડશે.

Back to top button