ગુજરાતટ્રેન્ડિંગનેશનલમનોરંજન

OTT પ્લેટફોર્મને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નવા કાયદાની દરખાસ્ત

  • OTT પ્લેટફોર્મને લઈ ભારત સરકાર દ્વારા નવું બિલ રજૂ કરવામાં આવ્યું
  • Netflix, Amazon, Disney+ જેવા પ્લેટફોર્મને નિયંત્રિત કરવા સરકારનું પગલું

દિલ્હી : ભારત સરકાર દ્વારા એક નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ઓવર-ધ-ટોપ (OTT) સામગ્રી સહિત વિવિધ બ્રોડકાસ્ટિંગ સેવાઓ માટેના નિયમનકારી માળખાને સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. આ બિલ, એકવાર પસાર થઈ ગયા બાદ સામગ્રી મૂલ્યાંકન સમિતિઓની સ્થાપના કરીને Netflix , Amazon અને Disney + Hotstar જેવા સ્ટ્રીમિંગ જાયન્ટ્સનું પણ નિયમન કરવામાં આવશે.

 

ભારતમાં આ નવા ડ્રાફ્ટ કાયદાનો હેતુ OTT સામગ્રી સહિત બ્રોડકાસ્ટિંગ સેવાઓ માટેના નિયમનકારી માળખાને આધુનિક બનાવવાનો છે. તે Netflix, Amazon અને Disney+ Hotstar જેવા સ્ટ્રીમિંગ જાયન્ટ્સનું નિયમન કરવા માટે સામગ્રી મૂલ્યાંકન સમિતિઓ અને બ્રોડકાસ્ટ એડવાઇઝરી કાઉન્સિલની સ્થાપના કરશે.

માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બિલ વિશે શું જણાવ્યું ?

માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે નવા ડ્રાફ્ટ કાયદા વિશે માહિતી આપત ટ્વિટર પર જણાવ્યું હતું કે, “ વડાપ્રધાનના ‘ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ’ અને ‘ઇઝ ઑફ લિવિંગ’ માટેના વિઝનને આગળ વધારતા, અમને બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ (રેગ્યુલેશન) બિલનો ડ્રાફ્ટ રજૂ કરતાં ગર્વ અનુભવીએ છીએ. આ મુખ્ય કાયદો જૂના કાયદાઓ, નિયમો અને માર્ગદર્શિકાઓને એકીકૃત કરીને ભાવિને કેન્દ્રમાં રાખીને એક અભિગમ સાથે બદલી અમારા પ્રસારણ ક્ષેત્રના નિયમનકારી માળખાને આધુનિક બનાવે છે. તે OTT, ડિજિટલ મીડિયા, DTH, IPTV જેવા વિવિધ સ્ટ્રીમિંગ જાયન્ટ્સની ગતિશીલ દુનિયાને સ્વીકારે છે અને તકનીકી પ્રગતિ તેમજ સેવા ઉત્ક્રાંતિને પ્રોત્સાહન આપે છે.

 

અનુરાગ ઠાકુર વધુમાં જણાવે છે કે, “મુખ્ય નવીનતાઓમાં મજબૂત સ્વ-નિયમન માટે ‘સામગ્રી મૂલ્યાંકન સમિતિઓ’ની સ્થાપના અને વ્યાપક ‘બ્રૉડકાસ્ટ એડવાઇઝરી કાઉન્સિલ’માં આંતર-વિભાગીય સમિતિના રૂપાંતરનો સંયુક્ત રીતે નિર્ણય લેવાને આ ડ્રાફ્ટમાં પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.”

ધોરણો અને કલમોના ઉલ્લંઘન બદલ કેદ અથવા દંડની સજા થઈ શકશે 

અહેવાલ મુજબ, જાહેરાત કોડ અને પ્રોગ્રામ કોડ સંબંધિત ઉલ્લંઘનો પર સરકારને સલાહ આપવા માટે એક નવી બ્રોડકાસ્ટ એડવાઇઝરી કાઉન્સિલની પણ સ્થાપના કરવામાં આવશે. નવી કાઉન્સિલનું નેતૃત્વ ક્ષેત્રીય નિષ્ણાત કરશે અને તેમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને અમલદારોનો પણ સમાવેશ થશે. સ્વ-નિયમનકારી સંસ્થાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને નવા બિલમાં એવી જોગવાઈઓ છે જ્યાં આવી સંસ્થાઓ ધોરણો અને કલમોના ઉલ્લંઘન માટે નાણાકીય અને બિન-નાણાકીય રીતે તેમના સભ્યોને દંડ કરી શકે છે. બિલમાં સામેલ દંડની ચેતવણી, ઓપરેટરો અથવા બ્રોડકાસ્ટર્સ માટે નાણાકીય દંડ, સલાહ અથવા નિંદાનો પણ સમાવેશ થાય છે. આ કાયદો ખૂબ ગંભીર ગુનાઓ માટે કેદ અથવા દંડની સજા કરી શકે છે

રોઇટર્સ દ્વારા ટાંકવામાં આવેલા નવા કાયદાના ડ્રાફ્ટ દસ્તાવેજમાં વાંચવામાં આવ્યા મુજબ, “દરેક બ્રોડકાસ્ટર અથવા બ્રોડકાસ્ટિંગ નેટવર્ક ઓપરેટરે વિવિધ સામાજિક જૂથોના સભ્યો સાથે સામગ્રી મૂલ્યાંકન સમિતિ (CEC) ની સ્થાપના કરવી આવશ્યક છે.”

આ પણ જુઓ :OTT Play Awards: કાજોલ, અનિલ કપૂરથી કાર્તિક આર્યન કોણે કરી કેવી ફેશન?

Back to top button