ગેરકાયદે બાંધકામમાં ઈમ્પેક્ટ ફીના નવા કાયદાની બંધારણીયતાને પડકાર હાઈકોર્ટે જવાબ માંગ્યો છે. જેમાં નવા કાયદાના અમલ પૂર્વે રાષ્ટ્રપતિની મંજૂરી મેળવાઈ નથી. તથા કાયદાનું પાલન ન કરનારાને રક્ષણ આપવાના હેતુથી કાયદો લવાયો છે. તથા આ પ્રકારના નિર્ણયથી કાયદાનુ પાલન કરનાર લોકોને હેરાન થવુ પડે છે.
આ પણ વાંચો: ગુજરાત: 1,414 કરોડના સટ્ટાકાંડમાં કર્મેશ-હરીકેશના બેન્કખાતાના ખુલાસા થતાં પત્તા ખુલ્યા
આ કેસની વધુ સુનાવણી 10 એપ્રિલે હાથ ધરાશે
ઈમ્પેક્ટ ફી કાયદો ( ધી ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ ડ)-2022ના વટહુકમ અને રુલ્સની બંધારણીય કાયદેસરતાને હાઈકોર્ટમાં પડકારાઈ છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે રાજ્ય સરકાર, વડોદરા મહાનગરપાલિકા સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 10 એપ્રિલે હાથ ધરાશે. વડોદરાની એક રહેણાંક સોસાયટીએ કરેલી અરજીમાં તેમના વકીલની રજૂઆત હતી કે નવા ઈમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં લાવતા પહેલા રાષ્ટ્રપતિની મંજૂરી લેવાઈ નથી. જેથી નવો ઈમ્પેક્ટ ફી કાયદો-2022 એ ગેરબંધારણીય છે.
આ પણ વાંચો: ગુજરાત 5-G સાથે દેશનું પહેલું રાજ્ય, પણ આટલા ગામમાં મોબાઈલ કનેક્ટિવિટી નથી
ભૌગોલિક અને માળખાકીય રીતે શું અસરો પડશે તે અંગે કોઈ સર્વે કરાવ્યો જ નથી
ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવાની આ પ્રક્રિયાએ વર્તમાન માળખાકીય વ્યવસ્થા પર એક બોજા સમાન છે. આ પ્રકારના નિર્ણયથી કાયદાનુ પાલન કરનાર લોકોને હેરાન થવુ પડે છે. જે લોકો કાયદાનુ પાલન કરતા નથી તેમને રક્ષણ આપવાના હેતુથી જે લોકો કાયદાનુ પાલન કરે છે, તેમના હકોનુ હનન કરી શકાય નહીં. આ કાયદો લાવતા પહેલા ઓથોરિટીએ રાજ્યમાં કેટલા ગેરકાયદેસર બાંધકામો રહેલા છે, તેના અમલથી પર્યાવરણીય, ભૌગોલિક અને માળખાકીય રીતે શું અસરો પડશે તે અંગે કોઈ સર્વે કરાવ્યો જ નથી અને કાયદો અમલમાં લાવ્યા છે. આના લીધે, બંધારણની કલમ-14 અને કલમ-21નો ભંગ થાય છે.
આ પણ વાંચો: અમદાવાદમાં U20 સમિટ, મહેમાનો રિવરફ્રન્ટ-કાંકરિયા પર ગાલા ડિનરની મજા માણશે
બિલ્ડર-ડેવલપર્સને મોકળું મેદાન મળશે
અરજદારની રજૂઆત હતી કે, આ રીતે ઈમ્પેક્ટ ફી કાયદો-2022ના અમલથી કાયદાનો ભંગ કરનાર, બિલ્ડર્સ, ડેવલપર્સ અને તેના મળતિયાઓને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટેનુ પ્રોત્સાહન મળશે અને તેઓ નિરંકુશ બનીને કાયદાનો ભંગ કરશે.
ત્રણ વખત ઈમ્પેક્ટ ફીનો કાયદો લવાયો
છેલ્લા 22 વર્ષમાં ત્રણ વાર ઈમ્પેક્ટ ફી કાયદો લાવવામાં આવેલો છે. સૌ પ્રથમ વર્ષ 2001માં ધી ગુજરાત રેગ્યુલેશન ઓફ અનઓથોરાઈઝડ ડેવલપમેન્ટ એક્ટ-2001 ગુજરાત સરકારના ગેઝેટમાં જાહેર થયેલો. આ પછી એપ્રિલ-2002 અને 31-03-2003માં કાયદામાં સુધારો કરાયેલો. ત્યાર બાદ, 11-10-2011 રોજ જુના કાયદાને રદ કરીને ફરીથી નવો કાયદો લાવવામાં આવેલો. આ પછી, 17-10-22ના રોજ ફરીથી ઈમ્પેક્ટ ફી કાયદો લાવ્યા અને ડિસેમ્બર-2022માં ગુજરાત વિધાનસભામાં આ અંગે બિલ પસાર કરાયેલુ.