ગુજરાતમધ્ય ગુજરાતસ્પોર્ટસ

‘ઈંડી કાર્ટિંગ’ની નવી પહલ : હવે ગુજરાતમાં શરુ થશે મોટર સ્પોર્ટસ

Text To Speech

દેશમાં હાલ મોટર સ્પોર્ટસનો ક્રેઝ વધી રહ્યો છે. તેથી જ ઈંડી કાર્ટિંગે હવે ગુજરાતમાં પણ પ્રથમ મોટર સ્પોર્ટસ સુવિધા શરુ કરી છે. અમદાવાદમાં શીલજ – કલ્હાર રોડ પર સ્થિત ઈંડી કાર્ટિંગ ખાતે  ૪૫૦ મીટરનો ટ્રેક બનાવામાં આવશે અને ભવિષ્યમાં અહિં રાષ્ટ્રીય સ્તરની રેસનું આયોજન પણ શક્ય બનશે. ઈંડી કાર્ટિંગની શરુઆત વર્ષ ૨૦૧૫માં ભારતીય યુવાને મોટર સ્પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર પૂરું પાડવાના ઉદ્દેશ્યથી થઇ હતી. ઈંડી કાર્ટિંગ એ ભારતની સૌથી મોટી કાર્ટિંગ સિરીઝ છે, જેમાં આજદિન સુધી ૫૦૦૦ થી વધુ એન્ટ્રીઓ આવી છે.

મોટર સ્પોર્ટસમાં ઈંડી કાર્ટિંગ એક મહત્વનો ભાગ ભજવે છે. વિશ્વભરમાં આનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તેમાં ૫ વર્ષના બાળકો પણ ડ્રાઇવિંગ શરૂ કરી શકે છે. ખાસ કરીને ગો કાર્ટ  રેસ પ્રતિયોગિતામાં ૭ થી ૧૨ વર્ષનાં લોકો સિનિયર અને જુનિયર શ્રેણીમાં અલગ-અલગ રીતે ભાગ લઈ શકે છે.

બ્રિજ મોદી અને મિહિર શાહ દ્વારા શરૂ કરવામાં આવી છે આ સુવિધા 

આ પ્રોજેક્ટ બ્રિજ મોદી અને મિહિર શાહ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે, તેઓ બંનેને મોટર સ્પોર્ટમાં વિશેષ રુચિ છે. આ સુવિધામાં ૧૪ જુદી જુદી સ્પીડ અને સાઈઝની કાર્ટ હશે. જેમાં ૮ વર્ષ અને ૧૨ વર્ષ અને ૧૨ વર્ષથી વધુની શ્રેણીમાં જુદી જુદી કાર્ટ રહેશે. જે કોઈ પણ મોટર સ્પોર્ટરને રોમાંચિત કરી દેશે. આ સુવિધા સાતેય દિવસ સાંજે ૫ થી રાત્રે ૧ વાગ્યા સુધી ખુલ્લી રહેશે, જે માટે અહીંયા વિશેષ ફ્લડ લાઈટની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. રેયોમન્ડ બાનાજીએ ફોર્મ્યુલા કાર અને કાર્ટિંગમાં ૮ વખત ચેમ્પિયન રહી ચુકયા છે.

ઈંડી કાર્ટિંગ અમદાવાદ ખાતે રાયો રેસિંગ એકેડેમી સ્થાપિત કરશે

અમદાવાદ ટ્રેક ઈંડી કાર્ટિંગનું ચોથું સ્થળ હશે અને તેની ડિઝાઇન પરિવર્તન ક્ષમ હશે. આ સિવાય રાયો રેસિંગ પણ  ભારતની સૌથી સફળ આંતરરાષ્ટ્રીય કાર્ટિંગ ટીમ છે અને અત્યાર સુધી ૩૨ ટાઇટલ મેળવી ચુકી છે. તેઓ ઈંડી કાર્ટિંગ અમદાવાદ ખાતે રાયો રેસિંગ એકેડેમી સ્થાપિત કરશે, જેમાં સામાન્ય કોર્ષ હશે અને આ એકેડેમીમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક મળશે. ગુજરાતે કાયમ મોટર સ્પોર્ટસમાં રસ દાખવ્યો છે, જેનાં થકી ઈંડી કાર્ટિંગ જલ્દી રેસિંગ સ્પર્ધાઓ યોજશે. જેથી ગુજરાત મોટર સ્પોર્ટસની મુખ્યધારામાં આવી શકે.

Back to top button