ગુજરાતટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ન્યુ ઇન્ડિયા કોઓપ બેન્કની કેશ સ્વીકારવાની ક્ષમતા રૂ. 10 કરોડ સામે સ્વીકાર્યા રૂ. 122 કરોડ

Text To Speech

અમદાવાદ, 26 ફેબ્રુઆરી, 2025: મુંબઇની ન્યુ ઇન્ડિયા કો-ઓપ બેન્ક ફ્રોડ કેસમાં હાલમાં ચર્ચાના ચકડોળે છે ત્યારે તેમાં એક નવો ખુલાસો થયો છે. જે અનુસાર તેની કેશ ઇન હેન્ડની ક્ષમતા રૂ. 10 કરોડની હતી, પરંતુ તેની સામે તેણે રૂ. 122 કરોડ લીધા હતા એમ આરબીઆઇના નિરીક્ષણ તેમજ પોલીસ અધિકારીઓએ ખુલાસો કર્યો છે. મુંબઇ પોલીસની આર્થિક અપરાધ શાખા (ઇઓડબ્લ્યુ) ન્યુ ઇન્ડિયા કોઓપરેટિવ બેન્કમાં થયેલી રૂ. 122 કરોડની ઉચાપતની તપાસ કરી રહી છે અને તેણે અત્યાર સુધીમાં પૂર્વ બે પૂર્વ એક્ઝિક્યુટીવ સહિત અન્ય એક એમ તઇને કુલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે.

આરબીઆઇની ઇન્સ્પેક્શન ટીમે ગત 11 ફેબ્રુઆરીના રોજ પ્રભાદેવી પર આવેલી બેન્કની શાખાની મુલાકાત લીધી હતી જેમાં સેફમાંથી રૂ. 122 કરોડની રોકડ ગૂમ થઇ ગઇ હતી.

તેમણે જણાવ્યું હતું કે, કોર્પોરેટ ઓફિસ શાખાની બેલેન્સ શીટમાં પ્રભાદેવી અને ગોરેગાંવ શાખાઓમાં બેંકની તિજોરીમાં 133.41 કરોડ રૂપિયા દર્શાવવામાં આવ્યા હતા, અને તે દિવસે પ્રભાદેવી શાખાની બેલેન્સ શીટમાં 122.028 રૂપિયાનો આંકડો હતો. તપાસ દરમિયાન, ઇઓડબ્લ્યુને કોર્પોરેટ ઓફિસની તિજોરીમાં રોકડ સંગ્રહ કરવાની ક્ષમતા માત્ર 10 કરોડ રૂપિયા મળી આવી હતી. અધિકારીઓએ જણાવ્યા અનુસાર, ગોરેગાંવ શાખાની તિજોરીમાં, આરીબીઆઇના નિરીક્ષણના દિવસે તેમને 10.53 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા. ગોરેગાંવ શાખાની તિજોરીમાં પણ 10 કરોડ રૂપિયા સંગ્રહ કરવાની ક્ષમતા હતી.

તેમણે જણાવ્યું હતું કે, બેંકના નાણાકીય રેકોર્ડ તપાસતા ઓડિટરોએ બેંકમાંથી ગુમ થયેલી રોકડ અંગે ચિંતા કેમ ન કરી તેની ઇઓડબ્લ્યુ હવે તપાસ કરી રહી છે. વિવિધ CA કંપનીઓએ બેલેન્સ શીટ, દૈનિક અહેવાલો અને હાથમાં રોકડના પુસ્તકોનું ઓડિટ કર્યું હતુ. તેમણે કહ્યું કે, તિજોરીમાં રાખવામાં આવેલી રોકડની ચકાસણી કરવાની તેમની ભૂમિકા હતી.

આ દરમિયાન, ઇઓડબલ્યુએ છેતરપિંડીનો ભોગ બનેલી ધિરાણકર્તાનું અલગ અલગ સમયે ઓડિટ કરનારી અડધો ડઝન કંપનીઓના પ્રતિનિધિઓને સમન્સ પાઠવ્યા છે, એમ અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ નાણાકીય સેવાઓ આપતી કંપનીઓ 2019-2024 દરમિયાન, જ્યારે કથિત ઉચાપત થઈ ત્યારે બેન્ક સ્ટેચ્યુટરી, સહવર્તી અથવા આંતરિક ઓડિટમાં સામેલ હતી.

આ પણ વાંચોઃ ડીસાઃ ભેળસેળીયા ઘીના વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

Back to top button