ટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટીલાઈફસ્ટાઈલ

New Income Tax Regime: તમે દર મહિને આવકવેરામાં હજારો રૂપિયા બચાવી શકો છો, જો…

  • નવી આવકવેરા વ્યવસ્થા અપનાવવાથી વાર્ષિક કમાણી કરનાર વ્યક્તિને કેટલો ફાયદો થશે તે સમજવાનો અમે અહીં પ્રયત્ન કર્યો છે, તમે પણ વાંચો અને તેનો લાભ ઉઠાવો…

HD ન્યૂઝ ડેસ્ક, 12 જૂન: Income Tax એટલે કે આવકવેરો દેશના દરેક કમાતા વ્યક્તિના જીવનનો એક આવશ્યક ભાગ છે. નોકરીયાત લોકોને આવકવેરો કાપ્યા પછી જ તેમનો પગાર મળે છે. તેથી દરેક વ્યક્તિ માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તેમણે કેટલો આવકવેરો ભરવો પડશે અથવા આવકવેરાની સિસ્ટમ શું છે તે જાણવું જરુરી છે.

નોંધનીય છે કે સંસદમાં વર્ષ 2020 માટે સામાન્ય બજેટ રજૂ કરતી વખતે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આવકવેરા કાયદાની કલમ 115BAC હેઠળ નવી કર વ્યવસ્થાની જાહેરાત કરી હતી. નવી કર વ્યવસ્થા હેઠળ કરદાતાઓને લાભ આપવાના ઉદ્દેશ્ય સાથે આવકવેરા સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને દરોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ આવકવેરા કાયદાની વિવિધ કલમો હેઠળ ઉપલબ્ધ તમામ પ્રકારની છૂટને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી હતી. બીજી તરફ, સેવિંગની ટેવ ધરાવતા પગારદાર કર્મચારીઓને રાહત આપવા માટે જૂની ટેક્સ વ્યવસ્થા પણ જાળવી રાખવામાં આવી હતી, પરંતુ તેમના માટે પણ જૂના ટેક્સ દરો લાગુ રાખવામાં આવ્યા હતા.

નવી ટેક્સ સિસ્ટમમાં 7 લાખથી ઓછી આવક ધરાવતા લોકોને આવકવેરામાંથી સંપૂર્ણ મુક્તિ મળી છે, જ્યારે જૂની ટેક્સ સિસ્ટમમાં માત્ર પાંચ લાખથી ઓછી આવક ધરાવતા લોકોને જ છુટ મળતી હતી. નવી કર પ્રણાલીમાં પ્રથમ 3 લાખની આવક પર કોઈ ટેક્સ ચૂકવવાનો હોતો નથી પણ પછીના 3 લાખ પર 5% ટેક્સ લેવામાં આવે છે, એટલે કે 3 લાખથી 6 લાખ સુધીની આવક પર 5% ટેક્સ વસૂલવામાં આવે છે. 6 થી 9 લાખની આવક પર 10% ટેક્સ લાગે છે, 9 થી 12 લાખની આવક પર 15% ટેક્સ લાગે છે અને 12 થી 15 લાખ વચ્ચેની આવક પર 20% ટેક્સ ચૂકવવો પડે છે. 15 લાખથી વધુની આવક પર 30% ટેક્સ લગાવવામાં આવે છે.

જો તમે ધ્યાનથી જોશો તો, નવી કર વ્યવસ્થા એ તમામ લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ બચત યોજનાઓ (PPF, NSC, જીવન વીમા નીતિ વગેરે) માં રોકાણ કરતા નથી, અથવા જેમણે બેંકમાંથી લોન લઈને ઘર બનાવ્યું નથી અથવા જેઓ ભાડાના મકાનમાં રહેતા નથી અથવા પગાર તરીકે મળેલા મકાન ભાડા ભથ્થા (HRA Rebate) પર ટેક્સમાં મુક્તિ મેળવતા નથી.

કોને કેટલો આવકવેરામાં લાભ મળશે?

  • હવે નવી કર પ્રણાલી અપનાવવાથી કમાણી કરનાર વ્યક્તિને કેટલો ફાયદો થઈ શકે છે તે સમજવા માટે, નીચે આપેલી માહિતીના આધારે આપણે સમજીએ. અહીં અમે અનુક્રમે વિવિધ એકંદર કમાણી ધરાવતા 7 કામ કરતા લોકોના ઉદાહરણો આપ્યા છે.

જો વાર્ષિક આવક ₹7.5 લાખ છે તો…

જો વાર્ષિક આવક ₹7.5 લાખ છે તો વ્યક્તિને નવા કર વ્યવસ્થામાં માત્ર પ્રમાણભૂત કપાતનો લાભ આપવામાં આવશે, જેના પરિણામે તેની કરપાત્ર આવક ₹7,00,000 થશે અને તે આવકવેરા કાયદાની કલમ 87A હેઠળ મુક્તિ માટે પાત્ર બનશે. નવા નિયમો અને તેણે કોઈપણ આવકવેરો ચૂકવવો પડશે નહીં, જેનો અર્થ છે કે આ વ્યક્તિને જૂની કર પ્રણાલીમાં ચૂકવવાપાત્ર આવકવેરાની તુલનામાં ₹ 49,140 નો લાભ મળશે.

જો વાર્ષિક આવક ₹10 લાખ છે તો…

દર વર્ષે 10 લાખની કમાણી કરનાર વ્યક્તિએ સ્ટાન્ડર્ડ ડિડક્શન અને PFમાં જમા થયેલી રકમને કારણે જૂની ટેક્સ સિસ્ટમમાં ₹99,320 આવકવેરા તરીકે ચૂકવવા પડશે, પરંતુ નવી ટેક્સ વ્યવસ્થામાં તે જ વ્યક્તિએ માત્ર ₹54,600 ચૂકવવા પડશે, જેનો અર્થ છે કે તેને ₹ 44,720 નો નફો થશે.

જો વાર્ષિક આવક ₹12.5 લાખ છે તો…

જે વ્યક્તિની વાર્ષિક આવક ₹12,50,000 છે તેણે જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ ₹1,65,750નો આવકવેરો ચૂકવવો પડશે, જ્યારે તે વ્યક્તિએ નવી ટેક્સ સિસ્ટમ હેઠળ માત્ર ₹93,600 ચૂકવવા પડશે, જેનો અર્થ છે કે આ વ્યક્તિને દર વર્ષે ₹ 72,150 નો લાભ થશે.

₹15 લાખની કમાણી કરનારાઓને સૌથી વધુ ફાયદો થશે…

જે વ્યક્તિની વાર્ષિક આવક 15 લાખ છે તેણે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ માત્ર ₹1,45,600 ચૂકવવા પડશે, જ્યારે જૂની ટેક્સ સિસ્ટમમાં આ જ વ્યક્તિએ આ જ આવક પર ₹2,41,020નો આવકવેરો ચૂકવવો પડશે, તેથી નવી ટેક્સ સિસ્ટમ પ્રમાણે આ વ્યક્તિએ ₹ 95,420 નો લાભ થશે.

જો વાર્ષિક આવક ₹20 લાખ છે તો…

જો કોઈ વ્યક્તિ વાર્ષિક 20 લાખ કમાય છે અને જૂની ટેક્સ સિસ્ટમ પ્રમાણે તેણે આવકવેરા તરીકે ₹3,91,560 ચૂકવવા પડશે, પરંતુ જો તે જ વ્યક્તિ નવી ટેક્સ સિસ્ટમ અપનાવે છે, તો તેનો ચૂકવવાપાત્ર આવકવેરો ₹2,96,400 લાખ થઈ જશે, જેનો અર્થ છે કે આ વ્યક્તિ એક વર્ષમાં ₹95,160ની બચત કરશે.

જો તમે ₹25 લાખ કમાઓ છો તો…

જે વ્યક્તિની વાર્ષિક આવક ₹ 25 લાખ છે, જો તે જૂની ટેક્સ સિસ્ટમ પ્રમાણે તેણે આવકવેરા તરીકે ₹ 5,42,100 ની રકમ ચૂકવવી પડશે, પરંતુ તે જ વ્યક્તિએ નવી ટેક્સ સિસ્ટમ પ્રમાણે આવકવેરા તરીકે માત્ર ₹ 4,52,400 ચૂકવવા પડશે. અહીં આ વ્યક્તિને વર્ષે ₹89,700 નો નફો થઈ શકે છે.

જો વાર્ષિક આવક ₹30 લાખ છે તો…

જો કોઈ પણ વ્યક્તિની વાર્ષિક આવક 30 લાખ રુપિયા છે તો તેને જૂની કર વ્યવસ્થા પ્રમાણે ₹6,92,640 ચુકવવા પડશે પરંતુ જો તે નવી ટેક્સ સિસ્ટમ પ્રમાણે ચૂકવણી કરે છે તો તેણે ₹6,08,400 ચૂકવવા પડશે. એટલે કે નવી ટેક્સ સિસ્ટમ પ્રમાણે ₹84,240નો નફો થશે.

આ પણ વાંચો: ગુજરાતઃ GST સેવા કેન્દ્રો શરૂ થયા બાદ અરજીઓમાં નોંધપાત્ર ઘટાડો

Back to top button