પ્રયાગરાજમાં નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે: મહાકુંભ મેળાના કામોની સમીક્ષા કર્યા બાદ PM મોદી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ ચાર કલાક સુધી મહાકુંભ મેળાના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું
નવી દિલ્હી, 13 ડિસેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે લગભગ ચાર કલાક સુધી પ્રયાગરાજની મુલાકાત લીધી હતી, જે દરમિયાન તેમણે મહાકુંભ મેળા માટેના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું અને લગભગ રૂ. 5500 કરોડના ખર્ચે અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. નિરીક્ષણ બાદ જનતાને સંબોધતા તેમણે મુખ્યમંત્રી યોગીના પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે, પ્રયાગરાજમાં એક નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે.’ તેમણે કાર્યકરોનો આભાર માનીને ભાષણની શરૂઆત કરી હતી.
#WATCH प्रयागराज: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, “महाकुम्भ को सफल बनाने के लिए दिन रात परिश्रम कर रहे कर्मचारियों, श्रमिकों और सफाई कर्मियों का मैं विशेष रूप से अभिनंदन करता हूं… अगले साल महाकुम्भ का आयोजन देश की आध्यात्मिक, सांस्कृतिक पहचान को नए शिखर पर पहुंचाएगा। मैं बड़े… pic.twitter.com/OHQxHxcqd7
— ANI_HindiNews (@AHindinews) December 13, 2024
આજે પણ કુંભ જેવી મોટી ઘટનાઓનું મહત્ત્વ એટલું જ છે: PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે સંદેશાવ્યવહારના આધુનિક માધ્યમો નહોતા ત્યારે કુંભ જેવી ઘટનાઓએ મોટા સામાજિક પરિવર્તનનો પાયો નાખ્યો હતો… કુંભમાં સંત અને જ્ઞાની લોકો ભેગા મળીને સમાજના સુખ-દુ:ખની ચર્ચા કરતા હતા, વર્તમાન અને ભવિષ્ય પર ચિંતન કરતાં હતા. આજે પણ કુંભ જેવી મોટી ઘટનાઓનું મહત્ત્વ એટલું જ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું ખાસ કરીને કર્મચારીઓ, મજૂરો અને સફાઈ કામદારોને અભિનંદન આપું છું જેઓ મહાકુંભને સફળ બનાવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે… આવતા વર્ષે મહાકુંભનું આયોજન દેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખને નવા શિખરે લઈ જશે. તેમણે કહ્યું કે, હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે જો મારે આ મહાકુંભનું વર્ણન કરવું હોય તો હું કહીશ કે આ એકતાનો આટલો મોટો યજ્ઞ હશે જેની સમગ્ર વિશ્વમાં ચર્ચા થશે. આ પ્રસંગની ભવ્ય અને દિવ્ય સફળતા માટે હું તમને શુભેચ્છા પાઠવું છું.
PM મોદીએ કહ્યું કે, આ ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા જેવી અસંખ્ય પવિત્ર નદીઓનો દેશ છે. આ નદીઓના વહેણની પવિત્રતા, આ તીર્થસ્થાનોનું મહત્ત્વ અને મહાનતા, તેમનો સંગમ, તેમનો સરવાળો, તેમનો સંયોગ, તેમનો પ્રભાવ, તેમનો મહિમા, આ છે પ્રયાગ.
કુંભ જેવી ઘટનાઓએ મોટા સામાજિક પરિવર્તનનો પાયો નાખ્યો: વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે સંદેશાવ્યવહારના આધુનિક માધ્યમો નહોતા ત્યારે કુંભ જેવી ઘટનાઓએ મોટા સામાજિક પરિવર્તનનો પાયો નાખ્યો હતો… કુંભમાં સંત અને જ્ઞાની લોકો ભેગા મળીને સમાજના સુખ-દુઃખની ચર્ચા કરતા હતા, વર્તમાન અને ભવિષ્યનું ચિંતન કરતા હતા. આજે પણ કુંભ જેવી મોટી ઘટનાઓનું મહત્ત્વ એટલું જ છે. આવી ઘટનાઓ દ્વારા દેશના ખૂણે-ખૂણે, સમાજ અને દેશમાં એક સકારાત્મક સંદેશ જાય છે, રાષ્ટ્રીય વિચારનો પ્રવાહ અવિરત વહેતો રહે છે…”
CM યોગી આદિત્યનાથે શું કહ્યું?
#WATCH प्रयागराज: उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने कहा, “2025 के प्रयागराज महाकुंभ के शुभारम्भ के मद्देनजर प्रधानमंत्री का आगमन सभी सनातन धर्मावलंबियों के लिए अत्यंत महत्वपूर्ण है। आज यहां हजारों करोड़ की परियोजनाओं का लोकार्पण होने जा रहा है। प्रधानमंत्री की… pic.twitter.com/c0A4te9FZK
— ANI_HindiNews (@AHindinews) December 13, 2024
આ પહેલા પોતાના સંબોધન દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ મહાકુંભ દરમિયાન થઈ રહેલા કામોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 2025ના પ્રયાગરાજ મહાકુંભની શરૂઆતને ધ્યાનમાં રાખીને તમામ સનાતન ધર્મ અનુયાયીઓ માટે વડાપ્રધાનનું આગમન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આજે અહીં હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે.
CMના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનની પ્રેરણા, માર્ગદર્શન અને આદર્શો પર સેંકડો વર્ષો પછી 2019ના પ્રયાગરાજ કુંભમાં પ્રથમ વખત ભક્તોએ અક્ષયવટના દર્શન કર્યા. આ વખતે અક્ષયવટ કોરિડોરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે… બડે હનુમાનજી મંદિર કોરિડોરનું પણ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે.
આ પણ જૂઓ: ‘આ દેશ ઉઠશે, લડશે અને સત્ય માંગશે’ સંસદમાં પહેલા ભાષણથી જ છવાઈ ગયા પ્રિયંકા ગાંધી