વર્લ્ડ

દુબઈમાં બન્યું ભવ્ય હિન્દુ મંદિર !, આજથી કરી શકાશે દર્શન, જુઓ વિડીયો

Text To Speech

દેશની બહાર વિદેશમાં એ પણ મુસ્લિમ બહુમતી વસ્તી ધરાવતા દુબઈમાં બનાવવામાં આવેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થયું છે. જેબેલ અલીમાં બનેલા હિન્દુઓના આ પવિત્ર સ્થળને દશેરાના પર્વથી સામાન્ય જનતા માટે ખોલવામાં આવી રહ્યું છે. મંદિર દશેરા પર શ્રદ્ઘાળુઓ માટે ઔપચારિક રીતે ખોલી દેવામાં આવ્યું છે.

Dubai Hindu Temple Hum Dekhenege News 01

ગલ્ફ ન્યૂઝ અનુસાર, UAE સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ મંત્રી શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન અને UAEમાં ભારતીય રાજદૂત સંજય સુધીર મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ રહ્યા હતા. આ દરમિયાન કોમ્યુનિટી ડેવલપમેન્ટ ઓથોરિટી (સીડીએ)ના અધિકારીઓ પણ હાજર રહ્યા છે. આ મંદિર દુબઈના વરશિપ (Worship) વિલેજમાં બનાવવામાં આવ્યું છે. અહીં પહેલાથી જ ઘણા ચર્ચ અને ગુરુદ્વારા આવેલા છે.

Dubai Hindu Temple Hum Dekhenege News

આ મંદિર 3 વર્ષના લાંબા સમય બાદ બનીને તૈયાર થયું છે. ખલીજ ટાઈમ્સના રિપોર્ટ મુજબ દુબઈમાં બનેલા આ મંદિર સિંધી ગુરૂ દરબાર મંદિરનો વિસ્તાર છે, જે સંયૂક્ત અરબ અમીરાતનું સૌથી જુના હિન્દુ મંદિરમાંથી એક છે. આ મંદિરનો પાયો વર્ષ ફેબ્રુઆરી 2020માં નાખવામાં આવ્યો હતો. 1958 પછી દુબાઈમાં આ બીજું મંદિર છે અને તે વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. જેમાં 16 દેવી-દેવતાઓની મૂર્તિઓથી સજ્જ છે.

દુબઈમાં રહેનારા ભારતીયો ઘણા લાંબા સમયથી એ ઈચ્છા હતી કે પૂજા-અર્ચના માટે એક મંદિર બનાવવામાં આવે. આ મંદિર તૈયાર થયા બાદ ઘણા ભારતીયોનું સપનું સાકાર થયું છે. જે વર્ષોથી હિન્દુ આસ્થા સ્થળની રાહ જોઈ રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સફેદ આરસપહાણથી બનેલા આ મંદિરની ઝલક જોઈ હતી.

1000 લોકો એક સાથે કરી શકશે દર્શન

આ મંદિર જેબેલ અલીના પૂજા ગામમાં સ્થિત છે. આ મંદિરની પાસે ગુરૂ નાનક દરબાર ગુરૂદ્વારા અને ઘણા ચર્ચ છે. આ મંદિરમાં 16 દેવી-દેવતાઓ અને એક ગુરૂ ગ્રંથ સાહિબને રાખવામાં આવ્યા છે, જે શીખોનું પવિત્ર પુસ્તક છે. મંદિરની વેબસાઈટ મુજબ મંદિર આવનારા લોકોને તેમનો સ્લોટ બુક કરવો પડશે. તેમનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી આપીને અડધો કલાકનો સ્લોટ બુક કરી શકે છે. તે સિવાય પોતાની સાથે આવનારા લોકોની સંખ્યા પણ આપવી પડશે. એક સાથે 4 લોકોને આવવાની પરવાનગી આપવામાં આવશે. આ મંદિરમાં 1000થી વધારે લોકો એકસાથે દર્શન કરી શકે છે.

Back to top button