દેશના આ રાજ્યોમાં નવા રાજ્યપાલે લીધા શપથ, જાણો તેમના વિશે
- દેશના ઝારખંડ, છત્તીસગઢ, પંજાબ, મણીપુર સહિતના રાજ્યોમાં નવા રાજ્યપાલે શપધ લીધા
નવી દિલ્હી, 31 જુલાઇ: દેશના ઝારખંડ, છત્તીસગઢ, પંજાબ, મણીપુર સહિતના રાજ્યોમાં નવા રાજ્યપાલે આજે બુધવારે શપધ લીધા છે. જેમના માટે શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝારખંડના નવા રાજ્યપાલ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી સંતોષ કુમાર ગંગવારે શપથ લીધા છે, જ્યારે છત્તીસગઢના રાજ્યપાલ તરીકે રમેન ડેકાએ શપથ લીધા છે. પંજાબના રાજ્યપાલ તરીકે ગુલાબચંદ કટારિયા તો મણીપુરના રાજ્યપાલ તરીકે લક્ષ્મણપ્રસાદ આચાર્યએ શપથ લીધા છે. મહત્ત્વપૂર્ણ છે કે, સીપી રાધાકૃષ્ણનની જગ્યાએ સંતોષ કુમાર ગંગવારને ઝારખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે, જ્યારે રાધાકૃષ્ણનને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે રાજસ્થાનના નવા રાજ્યપાલ હરિભાઉ કિશન રાવે શપથ લીધા છે.
#WATCH चंडीगढ़: गुलाब चंद कटारिया ने पंजाब के राज्यपाल के रूप में शपथ ली। pic.twitter.com/xONA4MPuiJ
— ANI_HindiNews (@AHindinews) July 31, 2024
राजस्थान के राज्यपाल के रूप में शपथ ग्रहण करने पर आदरणीय श्री हरिभाऊ किसनराव बागडे जी को हार्दिक बधाई।
आपके अनुभव और नेतृत्व से राज्य को नई ऊँचाइयों पर पहुँचाने में मदद मिलेगी। हमें विश्वास है कि आपके मार्गदर्शन में राजस्थान प्रगति और समृद्धि की ओर अग्रसर होगा। आपके सफल… pic.twitter.com/YQ24JW5yvp
— Kanhaiya Lal Choudhary (@OnlineKanhaiya) July 31, 2024
#WATCH इंफाल: लक्ष्मण प्रसाद आचार्य ने मणिपुर के राज्यपाल पद की शपथ ली।
उन्हें असम का राज्यपाल नियुक्त किया गया है और उन्हें मणिपुर के राज्यपाल का अतिरिक्त प्रभार भी दिया गया है। pic.twitter.com/YXpdBAKrOi
— ANI_HindiNews (@AHindinews) July 31, 2024
સંતોષ કુમાર ગંગવાર 8 વખતના સાંસદ
ઉલ્લેખનીય છે કે, ગંગવાર આઠ વખત રેલી લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ રહી ચૂક્યા છે. ભાજપે તેમને લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપી ન હતી, પરંતુ વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, તેમને નવી જવાબદારી આપવામાં આવશે. સંતોષ કુમાર ગંગવારની રાજકીય સફર 1984માં શરૂ થઈ હતી. ત્યારબાદ તેઓ કોંગ્રેસના ઉમેદવાર આબિદા બેગમ સામે હારી ગયા, જે પૂર્વ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદની પત્ની છે. આ પછી તેઓ ફરીથી 1989માં લોકસભાની ચૂંટણી લડ્યા અને પહેલીવાર સાંસદ બન્યા. તેઓ 1989 થી 2019 સુધીની લોકસભા ચૂંટણીમાં વિજયી રહ્યા હતા. જોકે, 2009માં તેમને કોંગ્રેસના પ્રવીણ સિંહ એરન પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો.
#WATCH रांची (झारखंड): संतोष गंगवार ने झारखंड के राज्यपाल के रूप में शपथ ली। pic.twitter.com/UlumOzAglf
— ANI_HindiNews (@AHindinews) July 31, 2024
કોણ છે રમેન ડેકા?
આસામથી આવેલા રમેન ડેકાને ભાજપના દિગ્ગજ નેતા માનવામાં આવે છે. વર્ષ 2009માં, રમેન ડેકા પ્રથમ વખત આસામની મંગલદોઈ બેઠક પરથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2014માં તેઓ ફરીથી આ જ બેઠક પરથી સાંસદ બન્યા હતા. રમેન ડેકા પીએમ આદર્શ ગ્રામ યોજનાની કેન્દ્રીય સલાહકાર સમિતિના મહત્વપૂર્ણ સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય સચિવ પણ રહી ચૂક્યા છે. વિદેશ મંત્રાલય અને વિદેશી ભારતીય બાબતોના સભ્યો પણ સામેલ હતા. વર્ષ 2006માં રામેન ડેકાને આસામ બીજેપીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
#WATCH रायपुर: रमेन डेका ने छत्तीसगढ़ के राज्यपाल के रूप में शपथ ली। pic.twitter.com/5nbZRaxDGv
— ANI_HindiNews (@AHindinews) July 31, 2024
આ પણ જૂઓ: કેરળને ચાર વખત ચેતવણી આપી હતી, પણ રાજ્ય સરકારે ધ્યાનમાં ન લીધીઃ અમિત શાહ