ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

નવી પેઢીની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-પ્રાઈમનું સફળતાપૂર્વક ઉડાન-પરીક્ષણ કરવામાં આવ્યું

  • મિસાઈલનો સફળ વિકાસ અને ઇન્ડક્શન સશસ્ત્ર દળો માટે એક ઉત્તમ બળ ગુણક બની રહેશે: રક્ષામંત્રી રાજનાથ સિંહે

ઓડિશા, 4 એપ્રિલ: સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC)એ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) સાથે મળીને બુધવારે લગભગ 7 કલાકે ઓડિશાના દરિયાકિનારે ડૉ. APJ અબ્દુલ કલામ ટાપુ પરથી ન્યૂ જનરેશન બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-પ્રાઈમ(Agni-Prime)નું સફળતાપૂર્વક ઉડાન-પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલ પરીક્ષણ દરમિયાન તેના વિશ્વસનીય પ્રદર્શનને માન્ય કરતા ટેસ્ટના તમામ માપદંડોને પૂર્ણ કરે છે, જેમકે ટર્મિનલ પોઈન્ટ પર મુકવામાં આવેલા બે ડાઉનરેન્જ જહાજો સહિત વિવિધ સ્થળોએ તૈનાત સંખ્યાબંધ રેન્જ સેન્સર્સ દ્વારા મેળવેલા ડેટામાંથી પુષ્ટિ મળે છે. આ એક નાઇટ ટેસ્ટ હતો. 2000 કિમીની રેન્જ ધરાવતી આ મિસાઈલ ટૂંક સમયમાં સેનામાં સામેલ થઈ જશે, જે અગ્નિ-1 મિસાઈલનું સ્થાન લેશે. અગ્નિ શ્રેણીની મિસાઈલોમાં આ અત્યંત ઘાતક, આધુનિક અને મધ્યમ શ્રેણીની બેલેસ્ટિક મિસાઈલો છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સફળ પરીક્ષણ માટે DRDO, SFC અને સશસ્ત્ર દળોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું હતું કે, મિસાઈલનો સફળ વિકાસ અને ઇન્ડક્શન સશસ્ત્ર દળો માટે એક ઉત્તમ બળ ગુણક બની રહેશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ R&Dના સચિવ અને DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતે સફળ ફ્લાઇટ ટેસ્ટ માટે SFC અને DRDOના પ્રયાસોની પ્રશંસા કરી હતી. પ્રક્ષેપણ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડના ચીફ, DRDO અને ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આ પરીક્ષણને નિહાળવામાં આવ્યું હતું. આ મિસાઈલને ભારતના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ હેઠળ ચલાવવામાં આવશે. જેને અગ્નિ-P પણ કહેવામાં આવે છે. 34.5 ફૂટ લાંબી મિસાઇલ પર એક અથવા બહુવિધ સ્વતંત્ર રીતે ટાર્ગેટેબલ રીએન્ટ્રી વ્હીકલ (MIRV) વોરહેડ્સ ઇન્સ્ટોલ કરી શકાય છે. તેનો અર્થ એ કે, તમે એકસાથે અનેક લક્ષ્યો પર હુમલો કરી શકો છો.

1500-3000 કિગ્રા વજનના વોરહેડ્સ ઇન્સ્ટોલ કરી શકાય છે

આ મિસાઈલ ઉચ્ચ તીવ્રતાના વિસ્ફોટક, થર્મોબેરિક અથવા પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ છે. મિસાઈલના નાક પર 1500થી 3000 કિલોગ્રામ વજનના વોરહેડ્સ લગાવી શકાય છે. આ એક મિસાઈલ છે જે બે તબક્કાની રોકેટ મોટર પર ચાલતી હોય છે. આ મિસાઈલનું વજન 11 હજાર કિલો છે. આ ઘન ઈંધણ(Solid Fuel) ઉડતી મિસાઈલ છે.

ત્રીજો તબક્કો એટલે કે દુશ્મનનો કાળ

ત્રીજો તબક્કો MaRV છે એટલે કે મેન્યુવરેબલ રીએન્ટ્રી વ્હીકલ. તેનો અર્થ એ કે, ત્રીજા તબક્કાને દૂરથી નિયંત્રિત કરીને, તમે દુશ્મનના લક્ષ્ય પર ચોક્કસ હુમલો કરી શકો છો. તેને BEML-Tatra ટ્રાન્સપોર્ટર ઈરેક્ટર લોન્ચરથી છોડવામાં આવે છે. તેણે ત્યારે બનાવવામાં આવ્યું જ્યારે ચીને DF-12D અને DF-26B મિસાઇલો બનાવી. તેથી ભારતે આ મિસાઈલને એરિયા ડિનાયલ વેપન(Area Denial Weapon) તરીકે બનાવી છે.

અગ્નિ-પ્રાઈમ અન્ય અગ્નિ મિસાઈલો કરતાં હળવી 

અગ્નિ-1 સિંગલ સ્ટેજ મિસાઈલ છે, જ્યારે અગ્નિ પ્રાઇમ બે સ્ટેજ ધરાવે છે. અગ્નિ પ્રાઇમનું વજન પણ તેના પાછલા વર્ઝન કરતાં ઓછું છે. તેનું વજન અગ્નિ-IV કરતાં હળવું છે જેની રેન્જ 4 હજાર કિમી છે અને અગ્નિ-V જેની રેન્જ પાંચ હજાર કિમી છે. અગ્નિ-1નું પરીક્ષણ 1989માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2004થી તેને સેનામાં સામેલ કરવામાં આવ્યો. તેની રેન્જ 700-900 કિમી હતી. હવે આ મિસાઈલ તેની જગ્યાએ તૈનાત કરવામાં આવશે.

આ પણ જુઓ: MakeMyTrip અને Goibibo ને લઈને સોશિયલ મીડિયા પર કેમ થઈ રહ્યો છે વિરોધ? જાણો સમગ્ર મામલો

Back to top button